બાવળા, તા.૧૩
ચાંગોદર પો.સ્ટે.ના એએસઆઈ જનકસિંહ પ્રતાપસિંહને બતામી મળેલ કે, ચાંગોદર પોલીસ સ્ટેશનના કલમ-૩૭૯ મુજબના ગુનાના આરોપીઓ મટોડા ગામના હોય અને તેઓ ચોરીનો માલ વેચવા આવવાના હોય મટોડા પાટિયાની આજુબાજુમાં વોચમાં હતા. દરમ્યાન એક ઈસમ ચાલતો આવતો હોઈ જેને પકડી પાડેલ અને બીજા આરોપીને પણ પકડાયેલ આરોપીની મદદથી પકડી પાડેલ. બંનેને ગુનાના કામે પૂછપરછ કરતા ચોરીનો મુદ્દામાલ વાયરો તેઓએ સંતાડેલ હોઈ જે શોધી બહાર કઢાતા કિ.રૂા.રપ,૦૦૦/-ના આશરાનો મુદ્દામાલ કબજે લેવામાં આવેલ છે. આરોપીમાં (૧) સંજયભાઈ અજમલભાઈ ચૌહાણ, (ર) અજીતભાઈ ઉર્ફે ભૂરો હનુભાઈ ચૌહાણ (બંને રહે. વાંટાવાસ, મટોડા ગામ તા.સાણંદ)નો સમાવેશ થાય છે.