અમરેલી, તા.૨૦
અમરેલી જિલ્લામાં એક જ દિવસમાં ચોરીની ત્રણ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો અનુસાર વડિયાના લુણીધાર ગામે રહેતા નરેશભાઇ બાબુભાઇ ગજેરાના મકાનમાં તસ્કરોએ તાળા તોડી સોના-ચાંદીના દાગીના કિં.રૂા. ૧,૩૮,૦૦૦/- તથા રોકડ રકમ રૂા.૬૦,૦૦૦/-ના મળી કુલ રૂા. ૧,૯૮,૦૦૦/-ની ચોરી કરી લઇ જતા વડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી.બીજા બનાવમાં બાબરામાં સિદ્ધી વિનાયક સોસાયટીમાં રહેતા પ્રભાબેન રમેશભાઈ રાઘવભાઈ દવેના બંધ મકાનમાં તસ્કરોએ સોના-ચાંદીના ઘરેણા કિં.રૂા.૧૭,૦૦૦/- તથા રોકડા રૂા.૩૦૦૦/- તથા મો.સા. કિં.રૂા.૩૦,૦૦૦/- મળી કુલ રૂા.૫૦,૦૦૦/-ની ચોરી કરી જતા ફરિયાદ નોંધાવેલ હતી.ચોરીની ત્રીજી ઘટનામાં સાવરકુંડલાના વનાળા આશ્રમ ભંમ્મર ગામે કોઇ અજાણ્યા માણસોએ રણછોડરાય મંદિરના દરવાજાનો નકુચો તોડી મુર્તી ઉપરથી ચાંદીના મુગટ, ચાંદીનો હાર, ચાંદીના તોડા, ચાંદીના નેત્ર, કુંડળ, નેણ જે આશરે ૨ કિલો ૯૫૦ ગ્રામ જેની કુલ કિં.રૂા.૮૮,૫૦૦/-ના મુદ્દામાલની ચોરી કરી હતી.