વિરપુર, તા.ર૪
લુણાવાડા તાલુકાના સજ્જનપુર ગામે ક્રિષ્ણા મોલ-વડાગામ અને બાલાશિનોરમાં થયેલ ઘરફોડ ચોરીનો મહિસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી કાઢ્યો છે.
તા.૪/૭/૨૦૧૮ના રોજ સજ્જનપુર ગામે ક્રિષ્ણા મોલની દુકાનનું શટરનું તાળુ તોડી ચોર-ઇસમો કરિયાણું તથા મોબાઇલની ચોરી કરી ભાગી ગયેલી લુણાવાડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી.
ગઇકાલ તા.૨૩/૧/૨૦૧૯ના રોજ એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન.પટેલ બાતમી મળેલ કે લુણાવાડા બસ-સ્ટેશનમાં સજ્જનપુર ક્રિષ્ણા મોલમાં થયેલ ઘરફોડ ચોરીનો આરોપી બસ સ્ટેશનમાં આવેલ હોવાની બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના અ.હે.કો. કિર્તીપલસિંહ પર્વતસિંહ તથા સ્ટાફ લુણાવાડા બસ-સ્ટેશનમાં તપાસ કરતા બાતમી વાળો ઇસમ મળી આવતા એલ.સી.બી. ઓફીસ લાવી પૂછપરછ કરતા તેનું નામ દિપક રામાભાઇ ઝાલા રહે-લેટર, તા-કપડવંજ, જિ-ખેડાનો હોવાનું અને તેના ખિસ્સામાં રાખેલ સેમસંગ કંપનીનો સાદો કીપેડવાળો મોબાઇલ મળી આવેલ જે સંબંધે પૂછતા સદર મોબાઇલ સજ્જનપુર ગામેથી તેના મિત્ર નંદુભાઇ જેઠાભાઇ પટેલ રહે-વડાલી,તા-કપડવંજ, જી-ખેડા તથા લલ્લન મહાદેવભાઇ તિવારી તથા સચિનકુમાર દિનેશકુમાર પટેલ રહે-વડાલી, તા-કપડવંજ,જી-ખેડાએ ઇકો ગાડીમાં આવી ચોરી કરી લાવેલાની હકિકત જણાવેલ અને વડાગામ ગામેથી નંદુભાઇ જેઠાભાઇ પટેલ તથા લલ્લનભાઇ મહાદેવભાઇ તિવારીએ તેની ઇકો ગાડીમાં આવી પિકઅપ ડાલુ તથા કાજુ-બદામની ચોરી કરેલાની કબૂલાત કરેલ છે તેમજ બાલાશિનોરના નૂર-એ-ઇસ્લામી સોસાયટીમાં થયેલ ચોરીના સી.સી.ટી.વી. ફૂટેજ બતાવતા જે નંદુભાઇ જેઠાભાઇ પટેલને ઓળખી બતાવેલ અને તેઓની સાથે ભાડેથી ઇકો ગાડીમાં લલ્લનભાઇ મહાદેવભાઇ તિવારી તથા સચિનકુમાર દિનેશભાઇ પટેલ તથા દિપકભાઇ રામાભાઇ ઝાલા રહે-લેટર, તા-કપડવંજ, જી-ખેડાએ ચોરી કરેલાની હકિકત કબૂલેલ અને આગળની તપાસ / કાર્યવાહી માટે લુણાવાડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.
નંદુભાઇ જેઠાભાઇ પટેલ અને લલ્લનભાઇ મહાદેવભાઇ તિવારીનાઓ ચોરીના આગળના દિવસે એક્ટિવા લઇ રેકી કરતા હોવાની હકિકત જાણવા મળેલ છે.
લલ્લન મહાદેવ તિવારી તથા નંદુ જેઠાભાઇ પટેલ તથા સચીન દિનેશભાઇ પટેલ અને દિપક રામાંભાઇ ઝાલા અગાઉ મોડાસા તેમજ ધનસુરામાં કોપર ચોરીમાં પકડાયેલ છે. જેમાં લલ્લન અને સચિન મોડાસા જેલ કસ્ટડીમાં છે જ્યારે નંદુ વોન્ટેડ છે.