ગાલે, તા. ૩૧
ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ક્રિકેટ ટેસ્ટ મેચ ત્રીજી ઓગસ્ટથી શરૂ થઇ રહી છે. આ ટેસ્ટ મેચ આધારભૂત બેટ્સમેન ચેતેશ્વર પુજારા માટે યાદગાર બની શકે છે. ચેતેશ્વર પુજારાએ હજુ સુધી ટેસ્ટ ક્રિકેટમાં ૪૯ ટેસ્ટ મેચોમાં રમી છે અને ૩૯૬૬ રન બનાવ્યા છે. તેની સરેરાશ ૫૨.૧૮ની આસપાસ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં પુજારાએ શાનદાર સદી ફટકારી હતી. જાલોર ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં સ્પીનર રવિચંદ્રન અશ્વિને ૫૦ ટેસ્ટ મેચોની સિદ્ધિ હાસલ કરી હતી. હવે ચેતેશ્વર પુજારા આ દિશામાં વધી રહ્યોછે. એસએસસી ટેસ્ટ મેચ ચેતેશ્વર પુજારા માટે યાદગાર બની રહેશે. ચેતેશ્વર હજુ સુધી ટેસ્ટ ક્રિકેટમાં ૩૯૬૬ રન બનાવ્યા છે અને તેને ૪૦૦૦ રન પુરા કરવા માટે વધુ ૩૪ રનની જરૂર છે. પુજારા વનડે ક્રિકેટમાં સ્થાન મેળવી શક્યો નથી પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તે આધારસ્તંભ તરીકે ઉભર્યો છે.
ચેતેશ્વર પૂજારા ૫૦મી ટેસ્ટ યાદગાર બનાવવા તૈયાર

Recent Comments