વઢવાણ, તા.૧૮
ચોટીલા પાસેથી અંદાજે ૧પ કિમી દૂર આવેલા બામણબોર પોલીસ મથકની હદમાં મોરબી-ચોટીલાની મીની બસ અને ટ્રક-ટેન્કરે વચ્ચેના ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આજે વહેલી સવારે સર્જાયેલા આ અકસ્માતમાં એક ટેન્કર ચાલકનું મોત નિપજેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે ર૦ જેટલા મુસાફરોને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જ્યારે બામણબોર પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને અકસ્માતના કારણે સર્જાયેલ ટ્રાફિકને પૂર્વવત કરાવવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ ચોટીલા અને બામણબોર વચ્ચે મોરબીથી ચોટીલા આવતા મીની લકઝરી બસ અને ટ્રક-ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક ટેન્કરચાલકનું ઘટના સ્થળ ઉપર ગંભીર ઈજાને કારણે મોત નિપજેલ છે. જ્યારે ર૦ જેટલા ઈજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે રોક્કળ મચી જવા પામી હતી.