સિંહોને ગીરજંગલ નાનું પડતું હોવાથી શિકારની શોધમાં બહાર જઈ રહ્યા છે
ગીરના સિંહો જંગલ છોડી અન્યત્ર કેમ જઈ રહ્યા છે ? તે અંગે વનવિભાગના સૂત્રોનું જણાવવું છે કે, એક પુખ્ત સિંહને પ૦ ચોરસ મીટરનો વિસ્તાર જોઈએ જયારે ગીરનું જંગલ ૧૪૦૦ ચો.કિ.મી.થી વધુને વિસ્તાર ધરાવે છે. એટલે ર૮૦થી ૩૦૦ સિંહો માટે ગીરનું જંગલ પૂરતું છે. પરંતુ હાલ ગીરમાં ૬૦૦ જેટલા સિંહો છે જેમને જંગલ નાનું પડતુંહ ોવાથી તેઓ બહાર નીકળી રહ્યા છે ગીરના જંગલમાં શિકાર નથી એવું પણ નથી પુરનો શિકાર છે. પરંતુ ગાઢ જંગલ હોવાથી શિકાર થઈ શકતો નથી. જયારે સિંહને શિકાર માટે ખુલ્લા મેદાન આવશ્યક છે. જેની ગીરના જંગલમાં કમી છે. આથી સિંહો શિકારની શોધમાં આસપાસના ગામો અને જિલ્લાઓમાં જઈ ચઢે છે.
(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૯
ગુજરાતની શાન ગણાતા એશિયાટિક સિંહો માટે ગીરનું જંગલ હવે નાનું પડી રહ્યું છે. શિકારની શોધમાં ગામડાઓ ખુંદતા સિંહો અગાઉ ભાવનગર, અમરેલી, જૂનાગઢ જિલ્લામાં જોવા મળ્યા હતા. હવે સિમાડાઓ વટાવી સુરેન્દ્રનગર જિલ્લામાં આવી પહોંચ્યા છે. ચોટીલાના ડુંગરોમાં સિંહણ જોવા મળતા વનવિભાગ ચોકી ઉઠયુ છે અને વનવિભાગના બે ડઝનથી વધુ કર્મચારીઓને સિંહણને ટ્રેક કરવા કામે લગાડયા છે.
ગીરનું જંગલ વધતી જતી સિંહોની વસ્તી માટે નાનુ પડી રહ્યું છે. ૧૪૦૦ ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તાર ધરાવતું ગીરનું જંગલ ખૂબ ગાઢ છે. પરિણામે સિંહોને પુરતો શિકાર છતાં ખોરાક ન મળતા આસપાસના ગામોમાં મારણ કરવા જવું પડે છે. પરંતુ આસપાસના ગામોના લોકો સતર્ક થઈ જતાં એ શિકાર પણ હાથથી જઈ રહ્યો હોવાથી સીમાડાઓ વટાવી સિંહો શિકાર કરવા અન્ય જિલ્લાઓમાં અઢી જતા હોવાના અનેક દાખલા અગાઉ નોંધાયા છે હાલ જૂનાગઢ, અમરેલી, ભાવનગર જિલ્લામાં અવારનવાર સિંહો જોવા મળે છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં બે સદી બાદ સિંહ દેખાયા હોવાની લોકોમાં ચર્ચા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં આવી ચડેલી સિંહણે ઢેઢૂકી ગામમાં પાડાનું અને ચોબારા રામપરા ગામમાં વાછરડીનું મારણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. સિંહણ સાથે ૩ વર્ષની ઉંમરનું બાળસિંહ પણ હોવાનું જાણવા મળેલ છે. આ સિંહણનું લોકેશન રામપુરાથી ઢેઢુકી ગામ વચ્ચેના ૧પ કિ.મી. વિસ્તારમાં ટ્રેક થયું છે. આ સિંહણનું લોકેશન જાણવા મળતા વનવિભાગની ચોટીલા, જસદણ, હિગોલગઢ અને વીંછિયા એમ ૪ રેન્જની ટીમ સિંહણના ટ્રેકીંગ માટે કામે લાગી ગઈ છે. ચોટીલા પંથકમાં સિંહણ અને બાળ સિંહ દેખાતા વનવિભાગે ગ્રામજનોને તકેદારી રાખવા સુચના આપી છે અને વનવિભાગના અધિકારીઓના નંબર તેમને આપ્યા છે. સિંહણ કે બાળસિંહનું લોકેશન જણાય કે તુરત જ જાણ કરવા વિનંતી કરી છે.
Recent Comments