(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર,તા.૨૦
ચુડાના ખાંડિયા ગામે કોળી યુવાનની સળગાવેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેની ચુડા પી.એસ.આઈ. એ.એચ.ગોરીએ તપાસ હાથ ધરતા આ યુવાન ખાંડિયા ગામે રહેતો ભરત રસિકભાઈ રોજસરા તેના પત્ની ગીતાબેન અને તેના બે બાળકોની સાથે રહેતો હતો. જેમાં રમેશ રણછોડ ઓળકિયા નામના શખ્સને ગીતાબેન સાથે પ્રેમસંબધો હતા. આ સંબધો અંગે ગીતાબેનના પતિ ભરતને શંકા પટેલ ત્યારે ૧પમી ઓગસ્ટ થી ૧૬ ઓગસ્ટ દરમ્યાન ૪ વાગ્યાના અરસામાં ગીતાબેને પોતાના ફોનથી રમેશને ખાંડિયા સીમમાં મહાદેવજીના મંદિરે બોલાવ્યો હતો. જ્યાં ભરતભાઈ રસિકભાઈ તેમજ ભાણેજ ઈકવરાભાઈ અરજણભાઈ બાવળિયા વગેરે એ ભેગા મળી રણછોડનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો.
ત્યારબાદ કોઈ જવલંત નશીલો પદાર્થ નાંખી લાશને સળગાવી નાખેલ હતી. આ અંગે દિપાભાઈ ફરિયાદ નોંધાવતા લાશનો કબજો લઈ અને પી.એમ. માટે લાશને રાજકોટ મોકલવામાં આવેલ અને તપાસ હાથ ધરાતા હત્યાના બનાવ અંગેનો પર્દાફાશ થયો હતો.