(એજન્સી) પટના, તા.ર૮
બિહારમાં આવેલા વિનાશક પૂરને એક મહિનાથી વધુ સમય વિતી ચૂક્યો છે. આ એક મહિનામાં જેમ જેમ પૂરનું પાણી ઊતરતું ગયું છે તેમ તેમ પૂરની ભયાનકતાનો અંદાજ આવી રહ્યો છે. પાણી ઓછું થવાની સાથે જ પીડા અને વિનાશની પરિસ્થિતિ સામે આવવા લાગી છે. આ વિનાશનો માર સૌથી વધુ ખેડૂતો પર પડ્યો છે. ખેડૂતોના પાકને નુકસાન થવાની સાથે જ તેમના સ્વપ્નાઓ અને આશાઓ પણ જાણે પાણીમાં વહી ગઈ છે. અમે ચંપારણના બંને જિલ્લાઓના ખેડૂતોની તપાસ કરી. આ એ જ ચંપારણ છે જ્યાં ૯૦ વર્ષ પહેલાં ૧૯૦૬માં આવેલા પૂર બાદ અહિંયાના ખેડૂતોએ અંગ્રેજો દ્વારા કરાવવામાં આવી રહેલી ગળીની ખેતી અને ત્રણ કઠિયા પ્રથાનો વિરોધ કર્યો અને તેઓ તેમાં સફળ પણ રહ્યા પરંતુ આજે આઝાદ ભારતની પરિસ્થિતિઓ વિપરીત થઈ ગઈ છે. હવે આ ખેડૂતો પોતાને પડતી મુશ્કેલીઓ સામે મોં ખોલી શકતા નથી. આ વખતે આવેલ પૂરે પશ્ચિમ ચંપારણમાં ૪૧ અને પૂર્વીય ચંપારણમાં ૧૯ લોકોનો ભોગ લીધો. આ સરકારી આંકડાઓ છે. સ્થાનિક લોકો અનુસાર મૃતકોની સંખ્યા સેંકડોમાં છે.
પૂરના આ કહેરે પૂર્વીય ચંપારણના ખેડૂતોને પાંગળા કરી નાખ્યા છે. દરેકની બસ એક જ ચિંતા છે. ઘર, ખેતર તો બધું જ બરબાદ થઈ ગયું, હવે ખાતરના ઉધારીના પૈસા કેવી રીતે ચૂકવાશે ? મહાજનના દેવાને કોણ ચૂકતે કરશે ? રવી પાકો પણ સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે. ઘઉંના પાકને પણ નુકસાન થયું છે, સરકારે આજ સુધી તેના પર કોઈ કાર્યવાહી કરી નથી. તો પછી આ પૂરનું વળતર ક્યારે અને કેવી રીતે આપશે ?
પૂર્વીય ચંપારણના તિરવાહ ક્ષેત્રના ખેડૂત અકીલ અહમદ (૩પ) જણાવે છે કે, અમારા પરિવારની ર૦ એકરની ખેતી હતી. અમે લોન લઈને ખેતી કરી છે. પહેલા વરસાદ નહોતો પડતો તો પાણી પર ખર્ચ કરવો પડતો હતો અને હવે વરસાદ પડ્યો તો પૂરના પાણીને કારણે બધું જ બરબાદ થઈ ગયું છે. આજે અમારો કોઈપણ પાક બચ્યો નથી. સામાન્ય રીતે અહીંયાના ખેડૂતો ડાંગરની ખેતી કરતાં નહોતા. પરંતુ ગત ૧૦-૧ર વર્ષોથી અહિંયા પૂર આવતું નહોતું. તેથી અમે અહિંયા ડાંગરની ખેતી શરૂ કરી પરંતુ અમારો બધો જ પાક ધોવાઈ ગયો.
પટખૌલી ગામના ખેડૂત સંતોષ સાહુ (૬ર) બરબાદીના પ્રશ્ન પર પહેલાં તો ભડકી ઉઠ્યા, પછી થોડો દિલાસો આપતા કહે છે કે અમે બધા તો બરબાદ થઈ ગયા. આ ભગવાન પણ ગરીબોને જ બરબાદ કરે છે. અમે કે.સી.સી. પાસેથી પ૦ હજારની લોન લીધી હતી. જ્યારે મહાજન પાસેથી પણ ૭૦ હજાર ઉધાર લીધા હતા. હવે શું કરીએ. અમારા સવા લાખ રૂપિયા પાણીમાં વહી ગયા.
ભયાનક પૂરની પરિસ્થિતિને કારણે ખેડૂતોનો પાક પાણીમાં વહી ગયો છે. જેથી પાકની ઉપજ પણ તેમને નહીં મળે તથા સરકારના નિષ્ક્રિય પ્રયાસો સામે આજના ખેડૂતો લાચાર છે. જેઓ પોતાનો રોષ વ્યક્ત કરતાં