અમદાવાદ, તા.૨૬
અમદાવાદ શહેરમા ઓગસ્ટ માસની શરૂઆતથી સ્વાઈનફલુના મચેલા કહેરની વચ્ચે હવે અમદાવાદમા પરિસ્થિતિ સુધરી રહી હોય એમ છેલ્લા ૨૪ કલાકમા વધુ આઠ કેસ નોંધાવા પામ્યા છે જ્યારે એક મોત નોંધાવા પામ્યુ છે.આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર, અમદાવાદ શહેરમા છેલ્લા ૨૪ કલાકમા સ્વાઈનફલુના આઠ કેસ નોંધાયા છે એકમરણ થયુ છે.આ સાથે જ પાંચ દર્દીઓ વેન્ટિલેટર પર અને ૯ દર્દી ઓકિસજન ઉપર છે.જયારે ૩૨ દર્દી સ્ટેબલ છે અત્યાર સુધીમા ૨૩૮૪ દર્દીઓને રજા આપવામા આવી છે.શહેરની અસારવા સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ સહિત મ્યુનિ.ની હોસ્પિટલોમા કુલ ૪૬ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.હાઉસ ટુ હાઉસના ત્રીજા, ચોથા રાઉન્ડ મળીને અત્યારસુધીમા કુલ ૨૫,૨૦,૧૬૪ ઘરોમા સર્વે કરવામા આવ્યો હતો જેમા ૨૩,૨૩૮ શંકાસ્પદ કેસ પૈકી બી કેટેગરીના ૫૨૮ દર્દીઓને સારવાર આપવામા આવી છે. હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરીનો પ્રથમ રાઉન્ડ ૧૬મી ઓગસ્ટના દિવસે પુર્ણ કરાયો હતો. જ્યારે હાઉસ ટુ હાઉસ સર્વે બીજો રાઉન્ડ ૨૨મી ઓગસ્ટના દિવસે પુરો કરાયો હતો. હાઉસ ટુ હાઉસ સર્વેનો ત્રીજો અને ચોથો રાઉન્ડ મળીને કુલ ૨૫૨૦૧૬૪ ઘરોમાં સર્વેનું કામ કરવામાં આવ્યું હતું જેમાં ૨૨૨૩૮ શંકાસ્પદ કેસો પૈકી કેટેગરી બીના કુલ ૫૨૮ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. આયુર્વેદિક ઉકાળા વિતરણની સંખ્યા હજુ સુધી ૮૪૦૧૪૨ ઉપર પહોંચી ગઈ છે. સ્વાઈન ફ્લુ અંગેની જનજાગૃત્તિ માટે પણ કામગીરી હાથ ધરાઈ છે. એકશન ટેકન રિપોર્ટના આધારે સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે.