(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩
બેભાન અવસ્થામાં લાવેલા ડેડિયાપાડાના દર્દીનું નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થતાં મૃતકના પરિવારજનોને યોગ્ય સારવાર ન મળ્યાનો આક્ષેપ કરી નવી સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો.
મૃતક રઉફભાઈ ગુલામભાઈ કુરેશી (ઉ.વ.૩૮) (રહે. ડેડિયાપાડા)ના પરિવારજનોએ આ અંગે હોસ્પિટલની સત્તાધીશોને લેખિત ફરિયાદ કરી હતી. શરૂઆતમાં પરિવારજનોએ લાશ લેવાનો ઈનકાર કર્યો હતો. ત્યારબાદ સમજાવટથી પરિવારજનોએ લાશનો કબજા લીધો હતો. પરિવારજનોનો આક્ષેપ હતો કે ઓક્સિજન પાઈપમાંથી લોહી નીકળતું હોવા છતાં પણ ફરજ પરના તબીબ દ્વારા ધ્યાન નહીં અપાતા મૃત્યુ થયું હતું. સ્ત્રી-ભૂણ હત્યા ન કરવા અને દિકરીને દિકરા જેટલું જ સમાન મહત્વ આપવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે મેયરશ્રી ડો.જગદીશભાઈ પટેલ, ડે.મેયરશ્રી નિરવભાઈ શાહ, હેલ્થ કમિટિ ચેરમેનશ્રી- દિગવિજયસિંહ બારડ, પૂર્વ શ્રીમતિ અસ્મિતાબેન શિરોયા, ઈ.ચા.આરોગ્ય અધિકારીશ્રી ડો.પ્રદિપ ઉમરીગર સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.