(એજન્સી) તા.૧૧
આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને ‘મસૂદ અઝહરજી’ કહેવા બદલ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં દેખાય છે કે, રાહુલ ગાંધી જૈશના વડાને ‘મસૂદ અઝહરજી’ તરીકે સંબોધી રહ્યા છે. રાહુલ ગાંધીના આ ઉચ્ચારણ પર પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, “રાહુલ ગાંધી અને પાકિસ્તાન વચ્ચે શું સામ્યતા છે ? બંનેનો આતંકવાદીઓ પ્રત્યેનો પ્રમે.” ઉલ્લેખનીય છે કે, નવી દિલ્હી ખાતે એક બૂથ લેવલની મિટીંગમાં રાહુલ ગાંધીએ આ સંબોધન કર્યું હતું. જો કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓએ આ વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી.