(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૨૧
અમરેલી ખાતે ૨૩મીના રોજ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનું મહાસંમેલન યોજાશે જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહેવાના હોઈ જેથી ક્ષત્રિય કડિયા સમાજના આગેવાનો દ્વારા સંમેલનને સફળ બનાવવા આજે મીટિંગ યોજી હતી. જેમાં દેશ વિદેશમાંથી પણ આ સંમેલનમાં ક્ષત્રિય કડિયા સમાજ ઉપસ્થિત રહેશે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનું ૧૯૬૪ બાદ મહાસંમેલન યોજાયા બાદ અમરેલી ખાતે ૫૪ વર્ષ બાદ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનું મહાસંમેલન આવતીકાલ તા.૨૩/૧૨/૨૦૧૮ના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાશે અમરેલીના ફોરવર્ડ સ્કૂલ ખાતે યોજાનાર મહાસંમેલન માટે આજે ગુજરાત તેમજ સમગ્ર ભારત ભરમાંથી ક્ષત્રિય કડિયા સમાજના લોકો ઉમટી પડશે. આ કાર્યક્રમને સફળ બનાવવા કડિયા સમાજના આગેવાનો પધારેલ હોઈ અને તે મહાસંમેલનને સફળ બનાવવા મુખ્ય આયોજક ભરતભાઈ ટાંક તથા તેમના પત્ની ઉર્વીબેન ટાંક તથા ધીરૂભાઇ ગોહિલ (જૂનગાઢ) લાલજીભાઈ મકવાણા (મહુવા)અશોકભાઈ રાઠોડ(ગોંડલ) રાજુભાઈ ચોટલિયા (કતારગામ સુરત) કાળુભાઇ લાડવા(અમદાવાદ) નાથાભાઈ પરમાર(સુરત) ઠાકરશીભાઈ(મુંબઈ) ત્રિવેણીબેન જેઠવા, ધાર્મિષ્ઠબેન ટાંક(અમરેલી) ગોવિંદભાઇ પરમારસાવરકુંડલા વગેરેએ ૨૩મી તારીખના સંમેલનને સફળ બનાવવા હાકલ કરેલ હતી.