(એજન્સી) તા.૧૦
મધ્યપ્રદેશમાં ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં કોંગ્રેસની સરકાર રચાયા બાદથી જાહેરાતો પાછળ સરકારે કુલ ૬૮ કરોડ રુપિયા ખર્ચ્યા હતા. ભાજપના ધારાસભ્ય ઉમાકાંત શર્માના સવાલ પર પ્રદેશ સરકારે મંગળવારે વિધાનસભામાં આ માહિતી આપી હતી. ભાજપના ધારાસભ્યના સવાલ પર લેખિત જવાબમાં મુખ્યમંત્રી કમલનાથે જણાવ્યું કે પ્રદેશ સરકારે ૧૭ ડિસેમ્બર ર૦૧૮થી ર૦ જૂન ર૦૧૯ સુધી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં જાહેરાતો પાછળ ૬૮.ર૩ કરોડ રુપિયા ખર્ચ્યા હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ૬૮.ર૩ કરોડ રુપિયામાંથી રાજ્ય સરકરે પ્રિન્ટ મીડિયા પાછળ પ૧.૮૪ કરો રુપિયા તથા ઇલેક્ટ્રોનિક મીડિયા પાછળ ૧૬.૩૯ કરોડ રુપિયા જાહેરાતો પાછળ ખર્ચ્યા હતા. કમલનાથે જણાવ્યું હતું કે પ્રદેશ સરકાર દ્વારા માર્ચ મહિનામાં સૌથી વધુ ૧૭.૧૪ કરોડ રુપિયા જાહેરાતો પાછળ ખર્ચવામાં આવ્યા હતા અને જોકે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં આ ખર્ચ ક્રમશઃ ૧પ.૪૪ કરોડ તથા ૧પ.૪૩ કરોડ રુપિયા હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ મોદી સરકાર ઉપર પણ જાહેરાતો કરવા પાછળ અધધધ ખર્ચ કરવાનો આરોપ લાગતો રહ્યો છે અને ભાજપ સરકાર હવે મધ્યપ્રદેશની સરકારને આવા પ્રકારના પ્રશ્નો કરીને ફસાવવાના મૂડમાં હોય તેમ જણાય છે.