(સંવાદદાતા દ્વારા) સુરત, તા.ર૮
સુરત શહેરમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ – ખાતમૂર્હુત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ ભારતના પાયલોટ અભિનંદનની મુક્તિના સમાચાર પર હરખ વ્યક્ત કર્યો હતો.સુરતના મહેમાન બનેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારત સરકારે ગઈકાલે જ પાકિસ્તાનને અનુરોધ કર્યો હતો કે, ભારતના પાઇલોટ અભિનંદનને મુક્ત કરવામાં આવે. દેશભરના લોકોની પણ લાગણી હતી કે, વાયુસેનાના જવાન અને પાયલોટને પાકિસ્તાન તાત્કાલિક મુક્ત કરે ત્યારે અભિનંદનના મુક્તિના સમાચાર સાથે જ મને પણ આનંદ છે અને દેશભરમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે કે, અભિનંદનને ભારત સરકારના અનુરોધ ઉપર સહમત થઈ પાકિસ્તાન આગળ વધ્યું છે અને આવતીકાલે પાયલોટ અભિનંદનને મુક્ત કરવામાં આવશે, આપણે એવી આશા રાખીએ છીએ કે, બહાદુર પાયલોટ અભિનંદન ભારત દેશ જલ્દી પરત આવે અને દેશ એમનું સ્વાગત કરશે. ગુજરાતમાં અપાયેલા હાઇ એલર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આપણું બોર્ડર રાજ્ય છીએ. એટલે સ્વાભાવિક છે કે, દરિયાઈ અને જમીનની પણ બોર્ડર છે, એ બંને ઉપર કોર્ડીનેશન પોલીસ, મિલિટરી-નેવી આ બધાનું જરૂરી હોય છે. સાથે જ ગુજરાતના જાહેર સ્થળોએ હાઈએલર્ટ જાહેર કરાયું છે.
મુખ્યમંત્રી દ્વારા વિવિધ લોકાર્પણનું ખાતમૂર્હુત કર્યા બાદ શહેરના અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે એક શામ શહીદો કે નામ કાર્યક્રમના આયોજનમાં પણ ઉપસ્થિત રહી પુલવામા ખાતે થયેલા શહીદ સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા યોજાયેલા કાર્યક્રમમાં બોલીવુડ સ્ટાર અક્ષયકુમાર પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં નિવૃત સેના અધિકારીઓની સાથે સૈનિકોના સન્માન કરવામાં આવ્યા હતા. દેશભક્તિના ગીતો પર કૃતિઓ રજૂ કરવાની સાથે દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. શહીદ પરિવારોને આર્થિક રીતે મદદ થઈ શકે તે માટે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં રોકડા રૂપિયાની જગ્યાએ ચેક અને એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવા અનુરોધ કરાયો હતો.
ભારતીય વાયુસેના પાયલોટ અભિનંદનની મુક્તિના સમાચારથી મુખ્યમંત્રીને હરખની લાગણી

Recent Comments