આજરોજ ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમાર સહિત અમદાવાદ શહેરના ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, હિંમતસિંહ પટેલ, ઈમરાન ખેડાવાલા સહિત કોંગ્રેસ પક્ષના ૬૫ જેટલા ધારાસભ્યોએ મુખ્યમંત્રીને રૂબરૂ મળીને અમદાવાદ શહેરની ઓળખ સમી વી.એસ. હોસ્પિટલને સુપર સ્પેશ્યાલીટી ડોક્ટરો સહિત પુનઃ કાર્યરત કરવા આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.  મુખ્યમંત્રીએ કોંગ્રેસ પક્ષના સભ્યોને સાંભળીને માનવીય અભિગમ દાખવી, માનવતાના હિતમાં યોગ્ય નિર્ણય કરી ઘટતી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.