(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૬
હિન્દી બિઝનેશ ચેનલ CNBC- Awaz એ ગુજરાત અને હિમાચલના ચૂંટણીના ખોટા પરિણામો જાહેર કરવા બદલ માફી માંગી છે. આ ચેનલે ચૂંટણીના પરિણામો પહેલા એવા તારણો આપ્યાં હતા.ય ગુજરાતમાં મતગણતરી ચાલુ થઈ છે, ગુજરાતમાં તમામ બેઠકોનો રૂઝાનો આવી રહ્યાં છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની માલિકીના ૧૮ ન્યૂઝ ગ્રુપના ભોગ સીએનબીસી-આવાજે બે ટ્‌વીટ પોસ્ટ કરીને કહ્યું કે કેવી રીતે ભાજપ હિમાચલ અને ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી છે. ગુજરાતના ટ્‌વીટમાં ચેનલે કહ્યું કે અમને ગુજરાતની તમામ બેઠકો પરથી ટ્રેન્ડ મળી રહ્યાં છે. આ ટ્‌વીટને કારણે સોશિયલ મીડિયા પર લોકો આઘાત અને નવાઈ પામ્યાં હતા કારણ કે બન્ને રાજ્યોના પરિણામો તો સોમવારે આવવાના છે. ઘણા લોકોએ ટ્‌વીટર પર કહ્યું કે સીએનબીસી દ્વારા પોસ્ટ કરવામાં આવેલા ટ્‌વીટને સાબિત થયું છે કે ભારતીય મીડિયાના અમૂક જૂથો શાસક ભાજપ સાથે મિલિભગત કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો જોઈને ચેનલે ખુલાસો કરીને આ ભૂલ બદલ માફી માંગી છે. ચેનલે પોતાની માફીમાં કહ્યું કે ચૂંટણીના પરિણામો સંબંધિત બે ટ્‌વીટને ભૂલથી મૂકવામાં આવ્યાં. અમે બેક ટેસ્ટીંગ કરી રહ્યાં છીએ. ચેનલે કહ્યું કે આ ભૂલ બદલ અમે હૃદયપૂર્વક માફી માંગીએ છીએ. ઉલ્લેખનીય છે કે ગુજરાત અને હિમાચલ વિધાનસભાની ચૂંટણીમાં કેટલાક વોટીંગ મશીનોમાં ખામી સર્જાતા ચૂંટણી પંચ, મીડિયા અને ન્યાયપાલિકાની આકરી ટીકા કરવામાં આવી હતી.