(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૬
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એનડીએ સરકારને ૪ વર્ષ પૂરી થયા છે. ત્યારે સુરત સીહત સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારની ૪ વર્ષની નિષ્ફળતાને પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને આજના દિવસને વિશ્વાસઘાત દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો.જેના અનુસંધાનમાં સુરત શહેર કોંગ્રેસ દ્વારા રેલવે સ્ટેશન નજીક આયોજિત કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સહિત શહેર અને જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્ના હતા.
રેલવે સ્ટેશન પાસે કાળી પટ્ટી બાંધીને ધરણા પ્રદર્શન કરી કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા રામધૂન બોલાવી ભાજપ સરકારમાં વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ તથા દેશભરમાં બેરોજગારીના મુદે પણ એનડીએ સરકાર પર આશ્વકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.
ગુજરાત કોદ્વગ્રેસ અગ્રણી અર્જુન મોઢવાડિયાએ પત્રકાર પષિદને સંબોધતા જણાવ્યું હતું કે, યુપીએ સરકારના વડા પ્રધાન ડો. મનમોહનસિંઘની સરકારમાં જીડીપી દર ૮.૪ ટકા હતોશ્વ. જે નરેન્દ્ર મોદીની એનડીએ સરકારમાં પ્રથમ ૪ વર્ષમાં ઘટીને ૬.૫ ટકા પર પહોદ્વચી ગયો છે. ડીઝલ અને પેટ્રોલની વાત કરીએ તો ૧/૪/૨૦૧૪ના રોજ એક્સાઈઝ ડ્‌યુટી ૯.૪૮ હતી જે વધારાની ૨૧.૪૮ કરી નાંખી છે અને ડીઝલ પર ૩૮૦ ટકાનો વધારો કરી નાખ્યો છે. બેન્કિંગ અને આર્થિક ક્ષેત્ર પર ફોકસ પાડતા અર્જુન મોઢવાડિયાશ્વએ જણાવ્યું હતું કે, બેન્કોની એનપીએ અને એનડીએની સરકારમાં ૧૦ લાખ કરોડ પર પહોદ્વચી ગઇ છે. ૨૦૧૭ના વર્ષના ત્રિમાસિક ગાળામાં બેન્કોની એનપીએ ૫૦ હજાર કરોડ પર પહોદ્વચી ગઈ છે. આજની પત્રકાર પરિષદમાં અર્જુનભાઈ મોઢવાડિયા શહેર કોદ્વગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈ, પ્રવકતા કિરણ રાયકા ઉપસ્થિત રહ્ના હતા.