અમદાવાદ,તા.રપ
ઉત્તર ભારતમાં પહાડો પર થઈ રહેલી ભારે હિમવર્ષાને પગલે સમગ્ર ઉત્તર ભારતથી લઈ રાજસ્થાન અને છેક ગુજરાત સુધી ઠંડીનો પારો ગગડ્યો છે. ઠંડીનું પ્રમાણ વધવાના કારણે ગુજરાતવાસીઓ ઠંડીથી ઠુઠવાઈ ગયા છે. વહેલી સવારે અને મોડી સાંજે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. હવામાન વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી પાંચ દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે.
ગુજરાતમાં કોલ્ડવેવની જારદાર ચેતવણી વચ્ચે જનજીવન ઉપર ઠંડીના ચમકારા વચ્ચે અસર થઇ રહી છે. અમદાવાદમાં પણ કોલ્ડવેવ માટેની ચેતવણી જારી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ખાસ કરીને રાજકોટ, ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, અમદાવાદ, સાબરકાંઠા, વલસાડમાં તીવ્ર ઠંડી માટેની ચેતવણી જારી કરવામાં આવી છે. તાપમાનમાં એકાએક ઉલ્લેખનીય ઘટાડો મોટાભાગની જગ્યા પર થયો છે. અમદાવાદ શહેરમાં પણ પારો ૧૦.૪ ડિગ્રી થઇ ગયો હતો. બીજી બાજુ રાજ્યના અનેક ભાગમાં પારો ૧૦ ડિગ્રીથી નીચે પહોંચી ગયો હતો. જેમાં ગાંધીનગરમાં ૧૦.૮, રાજકોટમાં ૯.૪ અને નલિયામાં ૯ ડિગ્રી તાપમાન રહ્યું હતું. તીવ્ર ઠંડીની સ્થિતિ વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં લોકોની હાલત કફોડી બનેલી છે. આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં હજુ પણ બે-ત્રણ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. આવી સ્થિતિમાં ઠંડી વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. ૧૫મી જાન્યુઆરી બાદ ઠંડીમાં સામાન્યરીતે ઘટાડાની શરૂઆત થઇ જાય છે પરંતુ કોલ્ડવેવની ચેતવણી ફર એકવાર જારી કરવામાં આવી છે. તાપમાન ઉંચુ હોવા છતાં ઠંડીનો ચમકારો દેશના અન્ય ભાગોની જેમ જ ગુજરાતમાં પણ અનુભવાઈ રહ્યો છે. દિલ્હી અને એનસીઆરમાં વરસાદ તેમજ હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાની સીધી અસર જાવા મળી રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બે ત્રણ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા તથા દિલ્હી અને એનસીઆરમાં હાલમાં વરસાદના પરિણામ સ્વરૂપે તેની અસર અમદાવાદ શહેરમાં પણ જોવા મળે તેવી શક્યતા છે. જ્યારે ઠંડીના કારણે ફરી એકવાર લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડી રહ્યા છે અને તાપણાં કરી ઠંડી ઉડાડતા જોવા મળ્યા છે ત્યારે હજુ પણ આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો.
ક્યાં કેટલું તાપમાન
સ્થળ લઘુતમ તાપમાન
નલિયા ૯.૦
કંડલા એરપોર્ટ ૯.૦
રાજકોટ ૯.૪
સુરેન્દ્રનગર ૯.પ
ડિસા ૯.૮
વલસાડ ૧૦.૧
અમદાવાદ ૧૦.૪
ભૂજ ૧૦.૪
અમરેલી ૧૦.૪
ગાંધીનગર ૧૦.૮