Ahmedabad

રાજ્યમાં પાંચ નવી સરકારી પોલિટેકનિક કોલેજો સ્થાપશે

અમદાવાદ, તા.રપ
જુલાઈ રપ ર૦૧૮ કેન્દ્ર સરકારે દેશમાં ૩૦૦ નવી સંસ્કારી પોલિટેકનિકનો પ્રારંભ કરી રહી છે. જેમાંથી ગુજરાત રાજ્યમાં પ નવી પોલિટેકનિકનો પ્રારંભ થશે. નવી સરકારી પોલિટેકનિક રાજ્યના નર્મદા, તાપી, જૂનાગઢ, ખેડા અને નવસારી જિલ્લામાં સ્થપાશે. સરકાર દ્વારા અત્યાર સુધીમાં નવી પોલિટેકનિક માટે રૂા.૩ર.૧ર કરોડના અનુદાનની ફાળવણી કરી દેવામાં આવી છે. અત્યારે દેશમાં ૩૭૧૯ સરકારી પોલિટેકનિક અસ્તિત્વમાં છે. જેમાંથી ૧૩ર ગુજરાતમાં આપેલી છે. કેન્દ્રીય કૌશલ્ય સંવર્ધન અને ઉદ્યોગ સાહસિકતા રાજ્યમંત્રી અનંતકુમાર હેગડે દ્વારા આ માહિતી રાજ્યસભામાં તા.રપ જુલાઈ ર૦૧૮ના રોજ રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં ઉપલબ્ધ બનાવવામાં આવી હતી. મંત્રીના નિવેદનમાં જણાવ્યા અનુસાર ૧૧મી પંચવર્ષીય યોજના દરમિયાન નવી પોલિટેકનિક સ્થાપના યોજના અંતર્ગત સબમરીન ઓન પોલિટેકનિક અન્ડર કોર્ડિનેટેડ એકશન ફોર સ્કીલ ડેવલપમેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું. વર્ષ ર૦૧૭માં આ યોજનાને માનવસંસાધન મંત્રાલય તરફથી કૌશલ્ય સંબર્ધન અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયને સોંપવામાં આવી હતી. નથવાણી દેશમાં કુલ કેટલીક સરકારી પોલિટેકનિકો આવેલી છે અને સરકાર દ્વારા રાજ્યવાર કેટલી નવી પોલિટેકનિકો શરૂ કરવાની વિચારણા છે અને તે માટે કેટલી રકમની ફાળવણી કરવામાં આવી છે તે અંગે જાણવા માંગતા હતા. નિવેદનમાં અનુસાર સરકાર દ્વારા કોસ્પેડ રાજ્યમાં પણ નવી ૧૭ સરકારી પોલિટેકનિક સ્થાપાશે. ઝારખંડમાં ગઢવાલ, સાહિબગંજ, પાકુર, ગુમલા, હઝારીબાગ, ગિરીડીહ, દેવધર, ગોડ્ડા, લોહરદગા, પશ્ચિમી સિંધભૂમ, ચતરા, પલામુ જામતારા, રામગઢ, ખૂંટી, સીમડેગા અને દુમકા જિલ્લાઓમાં નવી પોલિટેકનિકો સ્થાપાશે. જેના માટે સરકાર દ્વારા રૂા.૧રપ.૩પ કરોડના અનુદાનની ફાળવણી કરી દેવામાં આવી છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને એક વખતની આર્થિક સહાય યોજના અંતર્ગત પ્રતિ પોલિટેકનિક રૂા.૧ર.૩૦ કરોડનું અનુદાન આપવામાં આવે છે. નવી પોલિટેકનિક દેશના ૩૦૦ અપુરતી સેવા ધરાવતા અથવા સેવા નહીં ધરાવતા જિલ્લાઓમાં સ્થપાશે. નિવેદનમાં જણાવ્યા અનુસાર સૌથી વધુ સરકારી પોલિટેકનિકો જે રાજ્યોમાં ફળાવાયા છે તેમાં ઉત્તરપ્રદેશમાં ૪૧ અને બિહારમાં ૩૪ છે.