આ સુંદર તસવીરો આપણને અહેસાસ કરાવે છે કે ખરેખર આપણે કેટલા નાના છીએ. પ્રથમ તસવીરમાં રહેલા વિભિન્ન રંગો અને છાયાઓ આપણને યાદ અપાવે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ ત્આલાએ વિવિધ વર્ણો, જાતિ-પ્રજાતિઓની રચના કરી છે. અલ્લાહે આપણને સ્ત્રી-પુરૂષ બનાવ્યા તેમાંથી આપણે એક રાષ્ટ્ર અને એક કોમ બન્યા. ત્યારબાદ આપણે એકબીજાને ઓળખવા લાગ્યા. તે માટે અલ્લાહના શુક્રગુજાર બનો. અલ્લાહ બધું  જાણે છે.

જન્નત અને પૃથ્વીની તેમણે કરેલી રચના અને તમારી ભાષા તથા તમારો વર્ણ તેની રચનાના ચિહ્નો છે અને તે જ લોકો માટેના જ્ઞાનના ચિહ્નો છે.

હવાઈના સૌથી ઊંચા શિખર મનુઆ કીઆનો પડછાયો ઊગતા સૂરજના પ્રકાશમાં હુઆલાલાઈ જ્વાળામુખી પર પડી રહ્યો છે. જ્યારે તેની ઉપર પૂનમનો ચંદ્ર સોળે કળાએ ખીલ્યો છે તેની આ તસવીર છે.