સુરત, તા.રર
નમાલા તેમજ ભ્રષ્ટાચારી ભાજપ શાસકો અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓના મેળાપીપણાને કારણ બેફામ બનેલી ‘બ્લૂ લાઈટ સિટી બસ’ તેમજ બી.આર.ટી.એસ.ના ડ્રાઈવરોને કારણે સુરતની નિર્દોષ પ્રજાના અકસ્માતમાં અંદાજિત ૪૦થી વધુના થયેલ મૃત્યુ બાબતે. સુરત શહેર યૂથ કોંગ્રેસ પ્રમુખ જયેશ દેસાઈએ શહેર મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર હાલમાં બે દિવસ અગાઉ ડીંડોલી ખાતે ‘બ્લૂ લાઈન સિટી બસ’ દ્વારા મોટરસાઈકલ ચાલકને કચડી નાંખવાથી ઘટનાસ્થળ પર ૩ લોકોનાં કરૂણ મોત નિપજ્યા હતા. આ અગાઉ પણ અત્યાર સુધીમાં અંદાજે ૪૦થી વધુ લોકોનાં બસના ડ્રાઈવરની અણધારી નીતિને કારણે વાહનોને અડફેટે લઈ લોકોના ઉપર ચડાવી દેવાને કારણે મોત નિપજ્યા છે. આ બનાવની પાછળ મુખ્ય કારણ ભાજપ શાસકો તેમજ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ વારંવાર આવા અકસ્માતો થવા છતાં કોઈપણ જાતના નક્કર પગલા ભરી કાર્યવાહી કરતા નથી અને ‘આંખ આડા કાન’ કરવાની નીતિ રાખે છે. વારંવાર આવા અકસ્માતો થવા છતાં પણ આવા બસના ઈજારદારોને ફ્કત નોટિસ આપી ધાકપિછોડો કરવામાં આવે છે અને પ્રજાની સાથે બનાવટ કરવામાં આવે છે. ભાજપ શાસકો અને અધિકારીઓ દ્વારા ખુલ્લો ભ્રષ્ટાચાર કરી અને બરબાદ થતાં પરિવારોની ચિંતા કર્યા વગર ફ્કત ઈજારદારોની ચિંતા કરી પોતાના ખિસ્સા ગરમ કરવાનો ખેલ ચાલી રહ્યોછે. અકસ્માતમાં મૃત્યુ પામનાર પરિવારને સુરત મહાનગરપાલિકાની તિજોરીમાં જમા પડેલ રકમમાંથી તાત્કાલિક પાંચ લાખ રૂપિયાની સહાય કરવી જોઈએ એવી અમારી માગણી છે.
સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા આજે આપશ્રીને લેખિતમાં જણાવવાનું કે, આ ઈજારદારનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ્દ કરવામાં આવે અને આને લગતા તમામ અધિકારીઓને ફરજ પરથી સસ્પેન્ડ કરી દૂર કરવાની માંગ કરવામાં આવે છે. અન્યથા આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
સુરતમાં BRTSથી થયેલ ત્રણનાં મોતને પગલે મનપા કમિશનરને આવેદન

Recent Comments