(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧૧
ગત વર્ષે માંડવી-પાણીગેટ રોડ પર આવેલ ૨૧ દુકાનો કોર્પોરેશન દ્વારા માર્ગ પહોળો કરવાના હેતુથી તોડી પાડવામાં આવી હતી. તોડી પડાયેલ ૨૧ દુકાનદારો દ્વારા મ્યુ.કમિશ્નરને રજૂઆત કરતાં જણાવવામાં આવ્યું છે કે, માંડવી-પાણીગેટ રોડ પર કોર્પોરેશનનાં ૨૧ દુકાનોનાં તેઓ ભાડુઆત હતાં. દુકાનોની પાછળ નજરબાગ મહેલ હતો. જે જર્જરીત બનતાં તેને વેચી દેવામાં આવ્યો અને હાલ ત્યાં વિશાળ કોર્મશીયલ કોમ્પલેક્ષની સ્થાપના થઇ રહી છે. અહીંયા રોડ લાઇન માટેની દરખાસ્ત ૧૯૭૯માં કોર્પોરેશનની સભામાં મંજુર થઇ હતી. જે ૧૦ વર્ષ પછી ૭-૯-૧૯૮૯ બાદ મંજુર થઇ હતી. ત્યારબાદ ૨૮ વર્ષ સુધી તેનો અમલ ન કરાયો અને અચાનક ૨૦૧૭માં રોડલાઇન માટે હુકમ કરી કોર્મશીયલ કોમ્પલેક્ષ વાળાના હિત માટે દુકાનો તોડી પાડવામાં આવી. દુકાનદારોના પેટ પર લાત મારી બિલ્ડરોને ફાયદો કરાવવામાં આવ્યો છે.
દુકાનો તુટી જતાં છેલ્લાં ૧ વર્ષથી આ દુકાનદારો આર્થિક શારીરિક, માનસિક રીતે નુકસાન ભોગવી રહ્યાં છે. જેના પગલે આ ૨૧ દુકાનદારો દ્વારા કોર્પોરેશન પહોંચી મ્યુ.કમિશ્નરને તાત્કાલીક આ દુકાનદારોને વૈકલ્પિક જગ્યા ફાળવી આપી રોજગારનું માધ્યમ પુરું પાડવા રજૂઆત કરવામાં આવી હતી.
વડોદરામાં ગત વર્ષે તોડી પડાયેલ ર૧ દુકાનદારોની કમિશનરને રજૂઆત

Recent Comments