ઓલિમ્પિક કાંસ્ય ચંદ્રક વિજેતા ગગન નારંગે કોમનવેલ્થ શૂટિંગ ચેમ્પિયનશીપમાં પુરૂષોની પ૦ મીટર રાફઈલ પ્રોન સ્પર્ધામાં રજતચંદ્રક જીત્યો. ભારતના સ્વપ્નિલ સુરેશ કુશાલે આ વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો જ્યારે ઓસ્ટ્રેલિયાના ડેન સેસમ્પસને સુવર્ણચંદ્રક જીત્યો. મહિલાઓની રપ મીટર પિસ્ટલ ફાઈનલમાં ભારતના અનુરાજ સિંહને કાંસ્યચંદ્રક મળ્યો. આ પહેલા ગઈ કાલે ભારતે બે સુવર્ણ સહિત પાંચ ચંદ્રક જીત્યા હતા.