(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩

ઓગસ્ટ ૨૦૧૫માં નવી દિલ્હીના ઔરંગઝેબ રોડનું નામ બદલીને શાસક ભાજપ દ્વારા એપીજે અબ્દુલ કલામ રોડ રાખવામાં આવ્યું હતુંં. દેખીતી રીતે આવું કરવાનું કારણ એ હતુંં કે ઔરંગઝેબ સારા માણસ ન હતા અથવા તો ઇતિહાસમાં આવું જણાવાયું છે. ખાસ કરીને બિનમુસ્લિમો પ્રત્યે તેમની ભેદભાવયુક્ત નીતિ, બિનમુસ્લિમો પર ખાસ કરવેરા, મંદિરોનો નાશ, સંગીત પર પ્રતિબંધ એવી તેમની નીતિઓની નોંધ લેવામાં આવી છે. આધુનિક ભારતમા ઔરંગઝેબની છબી એટલી ખરાબ હતી કે માત્ર હિંદુત્વ વિચારધારકો જ નહીંં પરંતુ ઉદારવાદીઓ અને કેટલાક ડાબેરી પાંખના લોકો પણ ઔરંગઝેબ રોડનું નામ બદલવાની તરફેણમાં આવ્યા હતા.

હવે ઔરંગઝેબ બાદ ભાજપે લુયટીયન્સ દિલ્હીમાં અકબર રોડ પર નજર નાખી છે. મંગળવારે રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન વી કે સિંહે એવી જાહેરમાં માગણી કરી હતી કે હલદીઘાટીના યુદ્ધમાં ૧૫૭૬માં અકબરના લશ્કરી દળો દ્વારા પરાજિત મેવાડના સિસોદિયા શાસક મહારાણા પ્રતાપસિંહ રોડ રાખવામાં આવે.

માત્ર વી પી સિંહ એકલાની આવી માગણી છે એવું નથી. હરિયાણાના ભાજપના મુખ્ય પ્રધાન એમએલ ખટ્ટર અને સંસદસભ્ય સુબ્રમણ્યમ સ્વામીએ પણ તેમને સમર્થન આપ્યું છે એટલું જ નહીં પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા સાઇના ચુડાસમાએ અતિઉત્સાહમાં એવું જાહેર કરી દીધું હતુંં કે અકબર હિટલર જેવો હતો.

અકબરની હિટલર સાથે તુલના કરીને ભાજપ એવું બતાવવા માગે છે કે ભારતના ઇતિહાસમાં સારા મુસ્લિમો માટે પણ સ્થાન નથી. તેનું કારણ એ પણ છે કે તાજેતરમાં સાવરકરવાદી હિંદુત્વ રાષ્ટ્રવાદનો એકંદરે ઉદય થયો છે જેઓ મુસ્લિમોને ભારતીય રાષ્ટ્રના કાયમી બાહરી લોકો તરીકે ગણે છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે ૧૯૪૭થી અકબર રાજકીય રીતે અસ્પૃશ્ય રહ્યા છે. ભારત શિવાજી જેવા હિંદુ શાસકોના નામ પાછળ જાહેર સ્થળોના નામ રાખવાનું પસંદ કરે છે.

જ્યારે મહારાણા પ્રતાપ બધાને સારી રીતે યાદ છે. કોલકાત્તામાં, મુંબઇમાં અને લખનૌમાં તેમના નામ પાછળ રોડ કે ચોકના નામ રાખવામાં આવ્યા છે. ઉદેપુરમાં મહારાણા પ્રતાપ એરપોર્ટ છે. દિલ્હીમાં ઇન્ટર સ્ટેટ બસ ટર્મિનસ છે. આમ ભારત કોઇ ઐતિહાસિક લઘુમતી હસ્તીને સ્વીકારી શકે તેમ નથી એવું લાગે છે.