(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૧
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે ગાંધી વિચારધારા ફેલાવવા પોરબંદરથી અમદાવાદ સાબરમતી આશ્રમ સુધી મોટરસાયકલ યાત્રાનું આયોજન કરાયુ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ અમિત ચાવડા દ્વારા તા.૨૭ સપ્ટેબરથી ૨ ઓક્ટોબર સુધી ગાંધી સંદે યાત્રાનું આયોજન કરાયુ છે. જે પોરબંદરથી નિકળી સાબરમતી આશ્રમ અમદાવાદ પહોંચશે. આ મોટરસાયકલ યાત્રા વિધાનસભાના વિરોધપક્ષના નેતા આગેવાનીમાં ચોટીલા પહોંચતા કોંગ્રેસી આગેવાનો દ્વારા સામૈયા કરી સ્વાગત કરાયું હતું.
જ્યાં પરેશ ધાનાણીએ કહ્યું કે, હાલમાં ગાંધી વિચાર ધારાને ખતમ કરીને ગોડસેની વિચારધારા દેશમાં લાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે તેની સામે એક મજબૂત સંદેશ આપવા માટે આ યાત્રાનું આયોજન કરાયું છે.
સાંજે સુરેન્દ્રનગર ખાતે સિદ્ધાર્થ પટેલ અને કોંગ્રેસના દિગજ્જ નેતાઓ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો પોતાની બાઇક લઈને જોડાયા હતા. ત્યારે સુરેન્દ્રનગર કોંગ્રેસના પ્રમુખ મનુ પટેલ, કમલેશ કોટેચા વગેરે જોડાયા હતા.
રાજીનામું આપેલ કોંગી કાર્યકર રેલીમાં જોડાતા ચકચાર મચી
બે માસ પહેલા બાબુભાઇ નામના કોંગી કાર્યકરે કોંગ્રેસમાંથી કોંગ્રેસ પ્રમુખ મનુ પટેલના હાથમાં રાજીનામું આપ્યું હતું.
ત્યારે ગઈ કાલે યોજાયેલ બાઇક રેલીમાં બાબુલાલ કોંગી ખેસમાં જોવાતા સમગ્ર જિલ્લામાં ચર્ચા જાગી ગઈ છે.ત્યારે બાબુભાઇ પર અનેક જાતના સવાલો ઊભા થઈ રહ્યા છે.