(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૫
ખાનગી સ્કૂલોમાં ફી વધારાના મુદ્દે સુરત શહેર કોંગ્રેસ સમિતિ અને સુરત પેરેન્ટસ એસોસિએશન દ્વારા આજે વનિતા વિશ્રામ સ્કૂલ અઠવાગેટથી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સુધી રેલી કાઢીને ડીઈઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શિક્ષણનો અધિકાર કાયદાનો અસરકારક અમલ તેમજ શાળા સંચાલકો વાલીઓ વિદ્યાર્થીઓને લૂંટવાનું બંધ કરે તે માટે રજૂઆત કરવામાં આવી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. તુષાર ચૌધરીના માર્ગદર્શન હેઠળ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પેરેન્ટસ એસો.ના સહયોગથી રેલી કાઢીને ડીઈઓને આવેદનપત્ર આપવામાં આવ્યું. રાજ્યમાં છેલ્લા ૨૨ વર્ષના ભાજપના શાસનમાં શિક્ષણની ભારે અધોગતિ થઈ છે. કોંગ્રેસ શાસનમાં ગુજરાત રાજ્ય દેશમાં શિક્ષણ ક્ષેત્રે ૯મા અને ૧૧મા ક્રમાંકે ધરાવતું હતું તે ભાજપ શાસનમાં ૧૯ અને ૨૧મા ક્રમાંકે ધકેલાઈ ગયું છે.
રાજ્યમાં ભાજપ સરકારે અપનાવેલ શિક્ષણના વ્યાપારીકરણની નીતિના કારણે ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના હજારો વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ છોડી દેવાની ફરજ પડી રહી છે. છેલ્લા ૨૦ વર્ષમાં રાજ્યમાં બહુ જૂજ સંખ્યામાં ગ્રાન્ટ ઈન એઈડ સ્કૂલોને પરવાનગી આપવામાં આવી છે. તેના કારણે ફી ના મૂદ્દે ચલાવતી ખાનગી સ્કૂલો અને કોલેજાને વાલી અને વિદ્યાર્થીઓને લૂંટવાનો છૂટો દોર મળી ગયો છે.
વિકાસના મોટા દાવાઓ કરતી ભાજપની સરકાર ગુજરાત રાજ્યમા઼ શાળાઓમાં અપૂરત શિક્ષકો, મોટા ભાગની જગ્યાઓ જરૂરી ક્વોલિફિકેશન ધરાવતા શિક્ષકો/ પ્રોફેસર/ અધ્યાપકોની ભારે ઘટ પ્રવર્તી રહી છે.
રાજ્યમાં ફિક્સ પગારથી શિક્ષકો અને અધ્યાપકોના આર્થિક શોષણ પ્રથાથી અનુભવી અને નીવડેલા શિક્ષકો/ અધ્યાપકો રાજ્યની સ્કૂલો અને કોલેજાથી દૂર જઈ રહ્નાં છે. ઉંચી ઉઘરાવતી સંસ્થાઓ દ્વારા અપૂરતા અને અધુરા ક્વોલિફિકેશનવાળા શિક્ષકો/ અધ્?યાપકોની નિમણૂક કરવામાં આવી છે.
રાજ્યમાં તાત્કાલિક દરેક ગરીબ-સામાન્ય- મધ્યમવર્ગના વાલીઓને પરવડે તેવી ફી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેની વ્યવસ્થા માટેના સધન પગલાઓ લેવામાં આવે.
રાજ્યમાં તાતકાલિક જુદા જુદા વિસ્તારોમાં ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના વિદ્યાર્થી માટે પ્રાથમિક અને માધ્યમિક, સરકારી ગ્રાન્ટ ઈન એઈડ સ્કૂલો અને કોલેજા ચાલુ કરવામાં આવે.
મોટા ભાગની સ્કૂલો અને કોલેકો સેલ્ફ ફાઈનાન્સ હોવાથી અને ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાઓની સંખ્યા જુજ હોવાથી તાત્કાલિક યુધ્ધના ધોરણે ગ્રાન્ટ ઈન એઈડના વધારાના વર્ગોની/ સ્કૂલ- કોલેજાની સેલ્ફ ફાઈનાન્સમાંથી ગ્રાન્ટ ઈ એઈડ સંસ્થા તરીકે પરવાનગી આપવામાં આવે.
રાજ્યમાં પ્રવેશમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર, ડોનેશન, કેપીટેશન ફી સહિતની બાબતો દૂર કરીને પારદર્શક પ્રવેશ વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવેશ્વ.
‘‘રાઈટ ટુ એજ્યુકેશન’’ના કાયદા હેઠળ છેલ્લા બે વર્ષમાં પ્રવેશ પ્રક્રિયામાં ભારે ગેરરીતિઓની વ્યાપક ફરિયાદોને અનુલક્ષીને નિયમ વિરુદ્ધ દૂર દૂર આપવામાં આવેલા પ્રવેશો સહિતની તમામ ફરિયાદોમાં કેસ ટુ કેસ બેજીઝ પુનઃ ચકાસણી કરી વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે.
રાજ્યમાં જાહેર કરવામાં આવેલ ફી નિર્ધારણ સમિતિ ગંભીરતાથી વ્યાજબી ફીનું માળખું નક્કી કરે, ફી ઘટાડાને બદલે તાજેતરમાં ફી નિર્ધારત સમિતિએ શાળાઓને ફી વધારો આપી દીધો છે. તે વાજબી નથી. સ્કૂલોને ગ્રેડેશન કરી ચોક્કસ ગુણવત્તા, સમાન ફી જાહેર કરવામાં આવે. તમામ શાળાઓમાં ગણવેશ, શુઝ, પુસ્તકોના વેચાણ, ઈતર પ્રવૃત્તિના નામે ઉઘરાવતી ફી પર પ્રતિબંધ લાદવામાં આવે.
ફી નિયમન ધારાનો અને સરકારના પરિપત્રોનો ભંગ કરતી અને વિદ્યાર્થી-વાલીઓ સાથે જાહુકમી કરી ટેબલ નીચે ફી ઉઘરાવતી સંસ્થાઓ સામે સ્કૂલના રાષ્ટ્રીયકરણ અને ફોજદારી રાહે પગલાં સહિત કડક કાર્યવાહી કરવામાં આવે. વધુમાં વાલીઓના પ્રતિનિધિત્વ વગરની અને સ્થાપિત હિતો પ્રતિનિધિ જેવા સભ્યોની બને ફી નિર્ધારણ સમિતિ પણ એક મોટા ફારસ સમાન બની રહી છે. કોઈપણ પારદર્શક અને સ્પષ્ટ સ્વીકાર્ય ખર્ચ અને પુરાવાની ગાઈડ લાઈન વગરની સમિતિની કાર્યવાહી વાલીઓ સાથેની રાજ્ય સરકારની એક મોટામાં મોટી છેતરપિંડી છે.
રાજ્યની તમામસરકારી સ્કૂલોમાં ઓરડાઓ સહિતની તમામ મૂળભૂત સુવિધાઓની ચોક્કસ સમય મર્યાદામાં પૂર્તિ કરવામાં આવે ઉપરાંત રાજ્યની શાળઓમાં જરૂરી સંખ્યામાં ખટુતા શિક્ષકો અને અધ્યાપકોની તાત્કાલિક નિમણૂકના પગલા લેવામાં આવે અને રાજ્યમાં શિક્ષણનું ધોરણ સુધારવા માટેના સઘન પગલાં લેવામાં આવે એવી પણ માંગણી કરવામાં આવી હતી.