અમદાવાદ,તા.ર૬
ગુજરાતવિધાનસભા ની ચૂંટણી નજીક આવતા હાર્દિક પટેલ ની ફિલ્મ “પાવર ઓફ પાટીદાર”કોંગ્રેશ ખરીદશે.અને સોશિયલ મીડિયા માં વાયરલ કરશે. તાજેતર માં જ ગુજરાત વિધાનસભા ની ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઈ છે ત્યારે દરેક પક્ષ ની નજર હાર્દિક પટેલ ઉપર છે .આવી જ રીતે છેલ્લા ઘણા સમય થી પાટીદાર અનામત આંદોલન પર બનેલી ફિલ્મ નો પણ વિવાદ ચાલી રહીયો છે.ત્યારે હાર્દિક પટેલ પર બનેલી ફિલ્મ “પાવર ઓફ પાટીદાર “ને કોંગ્રેશ દ્વારા ખરીદવાની ઓફર ફિલ્મ ના નિર્માતા દિપક સોની ને કરવામાં આવી હોવાનો દિપક સોનીનો દાવો છે. આ વાત નો ખુલાશો તેમને પત્ર લખી ને કર્યો છે.તેમને પત્ર માં જણાવ્યું છે કે આ ફિલ્મ ની મદદ માટે અમે કોંગ્રેશ ના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ને પત્ર લખ્યો હતો.જે બાબતે અમને કોંગ્રેશ ના નેતા પ્રિયંકા ગાંધી ના પતિ રોબર્ટ વાડરાના નજીક ના એવા રાજા રેડ્ડી ,અને જગદીશ શર્મા સાથે મુલાકાત થઇ હતી.અને આ ફિલ્મ ખરીદવા માટે તેમને તૈયારી દર્શાવી હતી.પણ સાથે શરત રાખવામાં આવી હતી કે આ ફિલ્મ અમે ખરીદીયે તો ગુજરાત માં સોસીયલ મીડિયા માં હાર્દિક પટેલ ના દ્વારા વાઇરલ કરવામાં આવે. તાજેતર જયારે ગુજરાત વિધાનસભા ની ચૂંટણી નું રણશિંગુ ફુંકાયું છે ત્યારે આ ફિલ્મ નિર્માતા શરતો ને આધીન ફિલ્મ વેચવા માટે નો નિર્ણય બે દિવસ માં લેશે એમ દિપક સોનીએ જણાવ્યું હતું.

પાટીદારોની ફિલ્મ ખરીદવાની કોઈ વાત જ નથી : ડો. દોશી
આ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રવકતા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે આથી પાટીદારો ઉપરની ફિલ્મ ખરીદવાની કોઈ વાત જ નથી. ગુજરાતની ભાજપ સરકારના ભ્રષ્ટ શાસનમાં અનેક મુદ્દાઓ છે અનેક સમસ્યાઓ છે ત્યારે આ દમનકારી સરકાર સામે પ્રજાને ન્યાય અપાવવા અને પ્રજાલક્ષી કાર્યો કરવા માટે કોંગ્રેસ હંમેશા કટિબધ્ધ છે અને કોંગ્રેસ પ્રજાના કલ્યાણના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડશે.