કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક અમદાવાદના શાહીબાગ સ્થિત સરદાર સ્મારક ખાતે ૧ર માર્ચે મંગળવારના રોજ  યોજાવાની છે. ત્યારબાદ અડાલજના ત્રિમંદિર ખાતેના વિશાળ મેદાનમાં જનસંકલ્પ રેલી અને સભા યોજાશે. ૧૯૬૧ બાદ પ્રથમવાર અમદાવાદમાં સીડબ્લ્યુસીની બેઠક યોજાઈ રહી હોવાથી કોંગ્રેસના ટોચના તમામ રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહેશે. આથી સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બેઠક માટે સરદાર સ્મારક ખાતે ખાસ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે જનસંકલ્પ રેલી માટે પ લાખ જેટલા લોકો ઉપસ્થિત રહેવાનો અંદાજ  છે. જે માટે પણ તડામાર તૈયારી ચાલી રહી છે.