કોંગ્રેસ મુકત ભારતની વાત કરનાર ભાજપ પોતે કોંગ્રેસના  ધારાસભ્યો, સાંસદો અને આગેવાનોને યેનકેન પ્રકારે પોતાના પક્ષમાં સમાવી કોંગ્રેસ યુકત બની રહ્યો છે. જયારે એક પછી એક રાજયો ગુમાવી ભાજપ પોતે ભારતમાંથી મુકત થઈ રહ્યો છે. સોમવારના રોજ ઝારખંડના આવેલા પરિણામોએ ભાજપને વધુ એક આઘાત આપ્યો છે. જયારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ બાદ ઝારખંડના પરિણામોએ કોંગ્રેસની છાવણીમાં ઉત્સાહનો સંચાર કર્યો છે. આથી ઝારખંડમાં મળેલા અકલ્પનિય વિજયની ઉજવણી કરવા કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે આગેવાનો અને કાર્યકરોએ એકઠા થઈ આતશબાજી કરી હતી.