(સંવાદદાતા દ્વારા) પાવીજેતપુર, તા.૧૮
પાવીજેતપુર કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો અભિયાન હેઠળ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં કર્ણાટકમાં રાજ્યપાલ વજુભાઈ વાળા દ્વારા બંધારણીય જોગવાઈઓને નેવે મુકી મનસ્વી રીતે નિર્ણય લેતા સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો અભિયાન હેઠળ કર્ણાટકના રાજ્યપાલના પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. લોકશાહી બચાવો અભિયાન હેઠળ પાવીજેતપુરમાં ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના કાર્યાલય સામે ધારાસભ્ય મોહનસિંહ રાઠવાની આગેવાની હેઠળ કર્ણાટકના રાજ્યપાલના પૂતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
આ સમયે ઉપસ્થિત કોંગ્રેસના કાર્યકરોએ દેશ બચાવો, લોકશાહી બચાવો, કર્ણાટકના રાજ્યપાલ હાય… હાયના નારા લગાવ્યા હતા.
આ સમયે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઉમેશભાઈ શાહ, જગાભાઈ રાઠવા, લલીત વકીલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.