(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
લોકસભા ચૂંટણીની સાથે ત્રણ રાજ્યો મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં સમય પહેલાં પૂર્વ ચૂંટણીની ચર્ચાઓ અહીં નબળી પડી છે, પરંતુ જો આવું થાય છે તો કોંગ્રેસને તેમાં કોઈ વાંધો નજર આવી રહ્યો નથી. ઉપરાંત કોંગ્રેસ આ ત્રણ રાજ્યોમાં સમય પહેલાં ચૂંટણીને પોતાની માટે લાભકારક ગણી રહી છે. પાછલી વખત જ્યારે લોકસભા ચૂંટણીના તરત પછી આ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થઈ તો કોંગ્રેસના હાથથી મહારાષ્ટ્ર અને હરિયાણા નીકળી ગયા હતા. ઝારખંડમાં કોંગ્રેસ સમર્થિત ઝામુમો સરકાર પણ બચી શકી નહીં.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ જણાવ્યું કે, લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણી થાય છે તો અમે તેની માટે તૈયાર છીએ. સમય પહેલાં ચૂંટણીના વિરોધની સંભાવનાને તેઓ નકારે છે. હુડ્ડાનું માનવું છે કે, ત્રણ રાજ્યોમાં જીત પછી સ્થિતિઓ કોંગ્રેસની અનુકૂળ બનેલી છે. જો લોકસભાની સાથે આ ત્રણ રાજ્યોમાં ચૂંટણી થાય છે તો તેનો લાભ કોંગ્રેસને મળશે.
લોકસભા ચૂંટણીની સાથે ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, સિક્કિમ, અરૂણાચલપ્રદેશ અને તેલંગાણાની ચૂંટણી થાય છે. તેલંગાણામાં સમય પહેલાં ચૂંટણી થઈ ચૂકી છે. ત્રણ રાજ્યોમાં ઓક્ટોબરથી ડિસેમ્બરની વચ્ચે ચૂંટણી થવાની છે. માટે આ ચૂંટણીઓને પણ લોકસભાની સાથે કરાવવાની અટકળો થોડાક સમય પહેલાં સુધી ચાલી રહી હતી. તેની પાછળ બે તર્ક હતા. એક ભાજપ પોતાનું રાજકીય નફા-નુકસાન જોડી રહી હતી, બીજું એક રાષ્ટ્ર એક ચૂંટણીની યોજનાને મજબૂત બનાવવાની દિશામાં પણ આ પગલું માનવામાં આવી રહ્યું હતું. પરંતુ ત્રણ રાજ્યોના પરિણામો બાદ આ ચર્ચા ઓચિંતી નબળી પડી ગઈ છે.
જો કે ચૂંટણી હાર-જીતમાં સમય અને સંદેશ પણ મુખ્ય હોય છે. સંદેશથી કોંગ્રેસ ઉત્સાહિત છે, સમય વધુ બચ્યો નથી. માટે કોંગ્રેસ વર્તમાન પરિસ્થિતિઓને પોતાના હકમાં જોઈ રહી છે. હુડ્ડા કહે છે કે, પરિણામ બીજી ચૂંટણી માટે જાનમાલને પ્રભાવિત કરે છે. પાછલી લોકસભા ચૂંટણીમાં ભારે હાર બાદ કોંગ્રેસ હરિયાણા અને મહારાષ્ટ્રમાં પણ હારી ગઈ હતી.