વડોદરા, તા.૩૧
કોંગ્રેસે દેશને સરદાર વલ્લભભાઇ પટેલ અને સ્વ. ઇન્દિરા ગાંધી જેવા બે મહાન નેતા આપ્યા છે. આજે પણ કોંગ્રેસ તેમની વિચારધારાથી આગળ વધી રહી છે. જ્યારે ભાજપે એવા કોઇ નેતાની ભેટ આપી નથી. જેને દેશવાસીઓ યાદ કરતા હોય. સરદાર પટેલ અમારા છે. તેવો માત્ર દેખાડો કરીને ભાજપ રાજકારણ રમી રહૃાું છે. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી એ આજે વડોદરાની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ ભરતસિંહ સોલંકી આજે વડોદરા આવી પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ સરદાર વલ્લભભાઇ પટેલને શ્રદ્ધાજંલિ અને સ્વ. ઇન્દિરા ગાંધીને સ્મરણાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ભરતસિંહ સોલંકીએ જણાવ્યુ હતુ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ૧૨૫થી વધુ બેઠક મેળવીને સરકાર બનાવશે. ગુજરાતની પ્રજાએ હવે કોંગ્રેસને સત્તા સોંપવાનું મન બનાવી લીધું છે. ગુજરાતની પ્રજાનો કોંગ્રેસ તરફી ઝોક જોઇને ભાજપ હવે રઘવાયું બન્યું છે.
સરદાર પટેલ અમારા છે, તેવો દેખાડો કરીને ભાજપ રાજકારણ રમે છે તેમ કહી તેમણે વધુમાં જણાવ્યું હતું કે,પાટીદાર નેતા હાર્દિક પટેલ, ક્ષત્રિય સમાજના નેતા અલ્પેશ ઠાકોર અને જિગન્ેશ મેવાણી જેવા નેતા ભાજપામાં જવા તૈયાર નથી. તેનું કારણ એ છે કે, ભાજપાના નેતા અમિત શાહને રિમોટ કંટ્રોલવાળા નેતા જોઇએ છે. જે આ યુવા નેતાઓને માન્ય નથી. હાર્દિક પટેલ સાથે વાટાઘાટો ચાલી રહૃાો છે. આગામી તા.૧,૨ અને ૩ નવેમ્બરે ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં આવી રહેલા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે તેઓની મુલાકાત થઇ શકે છે.