(સંવાદદાતા દ્વારા)
અંકલેશ્વર, તા.૨૮
નવસારી જિલ્લાના દાંડી ખાતેથી નીકળેલી ગાંધી સંદેશ યાત્રાનું અંકલેશ્વર હાંસોટ તાલુકામાં આજરોજ આગમન થયું હતું. હાંસોટ તાલુકાના સાહોલ ગામે આજે બપોરે સાડા બાર કલાકે ગાંધી સંદેશ યાત્રા આવી પહોંચી હતી, જ્યાં હજારોની મેદનીએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લાના દાંડી ખાતેથી મીઠા સત્યાગ્રહની યાદરૂપે ગાંધીજીની સત્ય અને અહિંસાના સંદેશની ઝલક આપતી ગાંધી સંદેશ યાત્રાનું આયોજન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પણ કરવામાં આવ્યું છે. દાંડીથી શરૂ થયેલી યાત્રા હાંસોટ તાલુકાના સાહોલ ગામેથી અંકલેશ્વર હાંસોટ તાલુકામાં પ્રવેશ હતી. સાહોલ ગામે ગાંધી સંદેશ યાત્રાનું સ્વાગત ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. યાત્રામાં જોડાયેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા,અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના મંત્રી મોહ્ંતિ સહિતના પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યારબાદ યાત્રા દાંડી માર્ગ પર આગળ વધી હતી અને અંકલેશ્વર તાલુકાના અને હાંસોટ તાલુકાના વિવિધ ગામોમાં ફરતી ફરતી અંકલેશ્વર આવી હતી. દરેકે દરેક ગામમાં ગાંધી સંદેશ યાત્રાનું સ્વાગત સ્થાનિક ગ્રામજનો અને કાર્યકર્તાઓ દ્વારા કરાયું હતું. ગાંધી સંદેશ યાત્રામાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા ગુજરાત પ્રદેશના રાજેન્દ્રસિંહ રણા, પ્રદેશ અગ્રણી યુનુસ પટેલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલા, સ્થાનિક કોંગી નેતા મગનભાઈ માસ્તર, સુલેમાન પટેલ, જંબુસર ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ જાસૂબેન પધ્યાર, ગણેશ સુગરના ચેરમેન સંદીપસિંહ માંગરોલા, જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ, જિલ્લા મહામંત્રી વસીમ ફડવાળા, પિરામણ સરપંચ ઈમરાન પટેલ, માયનોરિટીના ચેરમેન ઇકબાલ ગોરી, નગરપાલિકા વિપક્ષના નેતા ભુપેન્દ્ર જાની, સભ્ય શરીફ કાનુગા, રફીક ઝગડિયાવાળા, જહાંગીરખાન પઠાણ, જિલ્લા મહામંત્રી ફારૂખ શેખ, શહેર કોંગ્રેસ પ્રમુખ જગતસિંહ વાસદિયા, મહામંત્રી ચેતન પટેલ, ગુલામભાઇ સિંધા, તાલુકા પ્રમુખ બાલુભાઈ પટેલ, હાંસોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરેશભાઈ પટેલ, કાલુ ચૌહાણ, પ્રતિક કાયસ્થ સહિત હજારોની સંખ્યામાં યુથ કોંગ્રેસ તેમજ કોંગી આગેવાનો તથા મહિલા અગ્રણીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા. દાંડી યાત્રા અંકલેશ્વર આવી પહોંચતા રેલવે સ્ટેશન નજીક બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તથા અગ્રણીઓ દ્વારા ફૂલહાર વિધિ કરાઇ હતી. ત્યારબાદ પીરામણ ગામ ખાતે દાંડી યાત્રાનું ભવ્ય સન્માન કરાયું હતું, ત્યાંથી નેશનલ હાઇવે થઈ ભરૂચ ખાતે પ્રસ્થાન કરાઇ હતી.
દાંડીથી સાબરમતી જઈ રહેલી ગાંધી સંદેશ યાત્રાનું હાંસોટના સાહોલ ગામે ભવ્ય સ્વાગત

Recent Comments