(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
કોંગ્રેસ ગુજરાત વિરોધી છે તેવી વડાપ્રધાન મોદીની ટિપ્પણી બાદ કોંગ્રેસના સીનિયર નેતા શશી થરૂરે વળતો જવાબ આપતાં કહ્યું કે અમને તમારા રાજ્ય માટે પ્રેમ સિવાય બીજું કશું નથી. થરૂરે ટ્વીટર પર મોદીને ટોણો મારતાં કહ્યું કે મારા પુત્રે હજુ હમણાં જ એક ગુજરાતી સાથે લગ્ન કર્યાં છે. અમને તમારા રાજ્ય ગુજરાત માટે પ્રેમ સિવાય બીજું કંઈ નથી. વડાપ્રધાન મોદીએ ગુજરાતના ગાંધીનગરમાં કોંગ્રેસ પર ઉગ્ર હુમલો કરતાં તેને ગુજરાત વિરોધી પાર્ટી ગણાવી હતી. જે પછી થરૂરે વળતો જવાબ આપ્યો હતો. મોદીએ કહ્યું હતું કે જ્યારે ગુજરાતના મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા હતા ત્યારે લોકોએ એવી અફવા ફેલાવી કે તેઓ દારૂનું સેવન કરે છે. લોકોએ કદી પણ દેસાઈના કામને વખાણ્યું નહોતું. તેમના પ્રયાસ, તેમની દ્રઢસંકલ્પશક્તિ, તેમની પ્રતિબદ્ધતા અને મહાત્મા ગાંધી પ્રત્યે તેમની ભક્તિ. તેમને ગુજરાત ગમતું નથી. ચૂંટણી પંચ હજુ સુધી ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરી નથી પરંતુ મુખ્ય ચૂંટણી કમિશનર જોતીએ એ વાતની પુષ્ટિ કરી હતી કે ૧૮ ડિસેમ્બર પહેલા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ઉલ્લેખનીય છે કે શશી થરૂરના પુત્ર ઈશાને તાજેતરમાં વોશિંગ્ટન પોસ્ટના લેખક અને સહપત્રકાર ભૂમિકા દવે સાથે લગ્ન કર્યાં છે. ભૂમિકા દવે મૂળ ગુજરાતના છે. થરૂરે ટ્વીટર પર મોદીને ટોણો મારતાં કહ્યું કે મારા પુત્રે હજુ હમણાં જ એક ગુજરાતી સાથે લગ્ન કર્યાં છે. અમને તમારા રાજ્ય ગુજરાત માટે પ્રેમ સિવાય બીજું કંઈ નથી.
કોંગ્રેસ ગુજરાત વિરોધી હોવાથી મોદીની ટિપ્પણી બાદ થરૂરનો જવાબ : અમને તમારા રાજ્ય માટે પ્રેમ સિવાય બીજું કશું નથી

Recent Comments