(સંવાદદાતા દ્વારા)
સુરત/ગાંધીનગર, તા.૪
વડાપ્રધાનની સિલસિલાબદ્ધ જાહેરસભાઓના ભાગરૂપે આજે દક્ષિણ ગુજરાતના ધરમપુર ખાતે યોજાયેલી સભામાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ ગુજરાતનું અપમાન કરી રહી છે, અને તેને ગુજરાત ગમતું નથી ત્યારે રાજ્યની પ્રજા તેને બરોબરનો પાઠ ભણાવશે, સજા કરશે. ગુજરાતની પ્રગતિને બદનામ કરનારાઓને આગામી તા.૯મી ડિસેમ્બરે એવી સજા કરવાની છે કે દેશ અને દુનિયામાં તેઓ ગુજરાતને બદનામ કરવાનું બંધ કરી દેશે. એમ તેમણે દુનિયામાં તેઓ ગુજરાતને બદનામ કરવાનું બંધ કરી દેશે. એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. રાહુલ ગાંધીના ઉમેદવારીપત્ર પર નિશાન તાકતા તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ ઔંરગઝેબ જેવી છે અને અહીં પરિવારવાદ ચાલે છે. નહીં બાદશાહના સંતાનને જ સત્તા મળતી હોય છે. કોંગ્રેસ દેવાળું ફુક્યું છે. જે જામીન પર હોય તે અધ્યક્ષ બનાવે છે.
આઝાદી બાદ આખા દેશને એક કરવાની જેમણે જવાબદારી લીધી હતી,તે સરદાર પટેલે નિભાવી હતી.પરંતુ આ કોંગ્રેસે જે કાશ્મીરને એક કરવાની જવાબદારી લીધી હતી,તે હજુ સુધી પુરી થઈ ન હોવાનો આક્ષેપ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આયોજીત જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો. આ લોકોએ યુપી,બિહાર,અને બંગાળને પણ આજ પ્રકારે બદનામ કર્યું હોવાનું જણાવતા વડાપ્રધાને ઉમેર્યું હતું કે,વલસાડ જિલ્લાના સંતાન મોરારજીભાઇ દેસાઇને કોંગ્રેસના ઇન્દિરા ગાંધી સામે પ્રધાનમંત્રી પદનો દાવો કર્યો હતો.તો ઇન્દિરા ગાંધીએ મોરારજીભાઇને ૧૯ મહિના સુધી જેલમાં પુરી રાખ્યા હતા. આમને આપણે સબક શીખવાડવો જ છે.આ લોકો એવા વ્યક્તિને પક્ષના પ્રમુખ બનાવવા માંગે છે કે જે જામીન ઉપર છુટયા છે.જેમની સામે ભ્રષ્ટાચારના આરોપો છે.એમ તેમણે રાહુલ ગાંધી ઉપર નિશાન ટાંકતા જણાવ્યું હતું.વડાપ્રધાને ઉમેર્યું હતું કે તેમ વર્ષ ૨૦૦૨,૨૦૦૭,અને ૨૦૧૨ની ચૂંટણીના આ લોકોના ભાષણો જોશો તો જણાશે કે તેઓ ભાજપને કોમવાદી,માઇનોરિટીના દુશ્મન,અને મુસલમાનોના દુશમન તરીકે ચિતરતા હતા.પરંતુ આ વખતની ચૂંટણીમાં આ લોકોએ એક પણ વખત ભાજપ ઉપર એવો આરોપ નથી મુક્યો, તેનો શુ અર્થ થાય છે? હવે મુસલમાનો પણ સમજી ગયા છે. વડાપ્રધાને એવો આક્ષેપ કર્યો હતો કે,કોંગ્રેસ અવું માની રહ્યાં છે કે,ગુજરાતમાં મોદીને પાડીદો પછી દેશમાં કોઇ એમનું સાંભળશે. કોંગ્રેસ લોકોને જાતિવાદના નામે લડાવવામાં પાવર્ધી છે.દિલ્હીની ગાદી ઉપર ભ્રષ્ટાચારીઓએ એવી પકડ બનાવી છે કે મોદી તેમણે એક મીનિટ પણ સહન થાય તેમ નથી.આપણે નોટબંધી લાવ્યા એટલા માટે કોંગ્રેસ ગુસ્સામાં છે. ગુજરાતમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ર૦ લાખ ટન ફળફળાદીનું ઉત્પાદન થતું હતું. ભારતીય જનતા પાર્ટીના આવ્યા બાદ ૯૦ લાખ ટન ઉપર પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ ગામડાના લોકોનું, ખેડૂતોનું, ગરીબોનો વિકાસ કર્યો છે એમ વધુમાં તેમણે કહ્યું હતું.