અમરેલી, તા.૨૦
અમરેલીની ભાજપ શાસિત નગરપાલિકા સામે પ્રજાના પ્રાણ પ્રશ્ન સમાન અમરેલી શહેરના રાજમાર્ગો પર રાહદારીઓ કે વાહનચાલકોને પડતી યાતનાઓને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે સવારે ૧૦ઃ૩૦ કલાકે પાલિકાના નઘરોળમાં તંત્ર સામે નવતર વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
નગરજનોની હાલાકી અંગે બેધ્યાન રહેતા તંત્રને જગાડવા માટે કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસ પક્ષના નગરપાલિકાના સદસ્યો દ્વારા આજે સવારે અલગ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના સદસ્યો દ્વારા ફૂટપટ્ટીથી શહેરના તમામ વિસ્તારના ખાડાઓ કેટલા ઊંડા છે તે ફૂટના માપમાં મપાયા મેજર ટેપથી શહેરના ખાડાઓની કેટલી લંબાય પહોયાઇ છે તે માપી હતી.
બાદમાં કોંગ્રેસના સદસ્યોએ નગરપાલિકા કચેરીએ જઈને તંત્રને ખાડાનું લિસ્ટ સુપરત કરી માત્ર એક જ રોડના ખાડાની સંખ્યા ૩૪૦થી વધારે થઇ તો શહેરના તમામ રોડમાં કેટલા ખાડા હશે તે જોઇ સૌ અમરેલી વાસીઓને આશ્ચર્ય થયું હતું.
કુંભર્કર્ણની નિંદ્રામાંથી પાલિકાતંત્રને જગાડવા કોંગ્રેસની અનોખી પહેલને સ્થાનિકો રહીશો વેપારીઓ ડોક્ટરો વકીલો સહીતના લોકોનું જોરદાર સમર્થન પ્રાપ્ત થયું હતું.
આ પ્રસંગે નગરપાલિકા વિરોધ પક્ષના નેતા સંદીપ ધાનાણી નગરપાલિકા સદસ્યો ચંદુ બારૈયા, બી.કે. સોલિયા, પ્રકાશ લાખાણી, હિરેન ટીમાંણિયા, હંસા જોશી, રીટાટાંક માધવી જોશી, કૌશિક ટાંક, બાલુ પરમાર, કોંગ્રેસ અગ્રણી શરદ ધાનાણી, શહેર કૉંગ્રેસ પ્રમુખ લલિત ઠુમ્મર, તાલુકા કૉંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી, જિલ્લા ઓબીસી સેલ નારણ મકવાણા, લોક સરકાર જિલ્લા ઇન્ચાર્જ એડવોકેટ સંદીપ પંડ્યા, ઓઘડ ડેર જીતુ પંડિત, તાલુકા કૉંગ્રેસ મહામંત્રી વિપુલ પોકીયા, જનક પંડ્યા, ઇબ્રાહિમ કચરા, વસંત કાબરિયા, સાગર ટીમાણીયા, લાલજી વાળોતરાં, કેતન ખાંત્રાણી વગેરે વેપારીઓ ડોક્ટરો વકીલો સહિતના શહેરીજનો ઉપસ્થિત રહ્યા હોવાનું કોંગ્રેસ પક્ષની યાદી જણાવે છે.