કોંગ્રેસે રવિવારે મોડી રાત્રે તેના ૭૭ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરતા ૪ પાસના આગેવાનો રોષે ભરાયા હતા અને સુરત, અમદાવાદ તથા જૂનાગઢમાં પાસના ઉમેદવારો સામે ઉગ્ર વિરોધ નોંધાયો હતો પાસના આગેવાનોના  જણાવ્યા મુજબ પાસને વિશ્વાસમાં લીધા વિના  તેના હોદ્દેદારોને ટિકિટ ફાળવી દેવાઈ છે.  આથી સુરતમાં કોંગ્રેસ કાર્યાલય બહાર  કોંગ્રેસ અને પાસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. અમદાવાદમાં પણ પાસના દિનેશ બાંભણિયા સહિતના આગેવાનો નારાજ થઈ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની મળવા દોડી ગયા હતા. પરંતુ ભરતસિંહ ન મળતા  તેઓ રોષે ભરાયા હતા. પાસના આગેવાનો પાલડી સ્થિત પ્રદેશ કાર્યાલયે પહોંચ્યા હતા. ત્યાંં પણ ભારે સૂત્રોચ્ચાર કરી દેકારો મચાવતા પ્રદેશ કાર્યાલયને  લશ્કરી છાવણીમાં ફેરવી દેવાયું હતું પોલીસ તથા બીએસએફના જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.