(એજન્સી) તેલંગાણા, તા.રર
તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)માંથી રાજીનામું આપનાર સાંસદ કોંડા વિશ્વેશ્વર રેડ્ડીએ બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધીએ સંવાદિતતા સાધી તેલંગાણા માટે શ્રેષ્ઠ કાર્ય કરવાની આશા વ્યકત કરી હતી. કોંગ્રેસના તેલંગાણા એકમના પ્રમુખ આ.સી. ખૂંટિયાએ ઘોષણા કરી કે, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ સાથે છેડો ફાડી ચૂકેલા લોકસભા સાંસદ કોંડા વિશ્વેશ્વર રેડ્ડી કોંગ્રેસમાં સામેલ થશે. ખૂંટિયાએ જણાવ્યું કે રેડ્ડી બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાત લઈને કોંગ્રેસમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી રેડ્ડી અનૌપચારિક રીતે રાજ્યના મેડચલમાં ર૩મી નવેમ્બરે પ્રસ્તાવિત કોંગ્રેસની રેલીમાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં પાર્ટીની સદસ્યતા પ્રાપ્ત કરશે. ઉલ્લેખનીય છે કે રેડ્ડીએ વિભિન્ન સ્તર પર નિરાશા વ્યક્ત કરતા પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું હતું. તેઓ ચેવેલ્લા લોકસભા ક્ષેત્રમાંથી સાંસદ ચૂંટાયા હતા.
તેલંગાણા : સાંસદ કોંડા વિશ્વેશ્વ રેડ્ડીનું TRSમાંથી રાજીનામું, રાહુલ ગાંધીને મળ્યા, કોંગ્રેસમાં થશે સામેલ

Recent Comments