(એજન્સી) બેંગ્લુરૂ, તા.રર
અઠવાડિયા સુધી બધા જ કર્ણાટકના રાજકારણ બાબત જીજ્ઞાસુ હતા. હવે એ ઘટનાક્રમની અમુક વાતો બહાર આવી રહી છે. કોંગ્રેસના એક ધારાસભ્ય શિવરામ હેબ્બરે પક્ષના ‘લાંચ બોંબ’ના આક્ષેપો સામે રદીયો આપ્યો છે. કોંગ્રેસ ભાજપા ઉપર ધારાસભ્યોને લાંચ આપવાના આક્ષેપો મૂકી રહી છે. હેબ્બરે કહ્યું કે જે વીડિયો બહાર પડાયો છે જેમાં મારી પત્નીને રૂપિયાની ઓફર કરાઈ છે એ વીડિયો બનાવટી છે. ભાજપાએ ધારાસભ્યો ખરીદવાનો પ્રયાસ કર્યો ન હતો.
હેબ્બરે ફેસબુક પેજ ઉપર લખ્યું. લોકોએ બનાવટી વીડિયો બનાવ્યો છે. આ પ્રકારની પોસ્ટથી ભાજપને કોંગ્રેસની ટીકા કરવાની તક મળી જેનો ભરપૂર ઉપયોગ કર્યો. હેબ્બરે લખ્યું છે મારી પત્ની અને ભાજપ નેતા વચ્ચે વાતચીત થઈ હોવાનું જણાવાય છે. જેમાં મારી પત્નીને ૧પ કરોડ રૂપિયાની ઓફર કરાઈ છે. પણ આ અવાજ મારી પત્નીનો નથી, મારી પત્નીને કોઈ પણ ભાજપના નેતાએ ફોન કર્યું ન હતું અને પૈસાની ઓફર કરી ન હતી. જેમણે આ ઓડિયો ક્લિપ જાહેર કરી છે. હું એમના કૃત્યને વખોડી કાઢું છું. આ બનાવટી ઓડિયો ટેપ છે.
આ ઓડિયો ટેપ કોંગ્રેસના નેતા ઉગરાપ્પાએ બહાર પાડી હતી. કોંગ્રેસે દાવો કર્યો હતો કે ભાજપા નેતા હેબ્બરની પત્નીને ૧પ કરોડ રૂપિયાની ઓફર કરી રહ્યા છે. ગૃહમાં બહુમત સાબિત કરવાના એક દિવસ પહેલાં કોંગ્રેસે ૬ ઓડિયો ટેપ બહાર પાડી હતી. જેમાંની આ એક હતી.