અમદાવાદ,રર
કોંગ્રેસના આણંદના ધારાસભ્ય કાંતિભાઇ સોઢા પરમારના બે પુત્રો દ્વારા એક ડાયરાના પ્રસંગે હવામાં ગોળીબાર કરવાનો મામલે ફરિયાદ નોંધાયા બાદ બન્નેએ ગુજરાત હાઇકોર્ટમાં આ ફરિયાદ રદ્દ કરવા માટે અરજી કરી છે. આગામી સપ્તાહે તેની સુનાવણી થાય તેવી શક્યતા છે.
કેસની વિગતો મુજબ ચાલુ તા.૧૧ ના રોજ આણંદ-સોજીત્રા રોજ ઉપર આવેલા એક ખુલ્લા પ્લોટમાં ક્ષત્રીય સમાજ દ્વારા એક ડાયરાનું આયોજન રાખવામાં આવ્યું હતું. તેમાં ધારાસભ્ય અને આણંજ જીલ્લા કોંગ્રેસના વડા કાંતિ સોઢાના પુત્રો મહેન્દ્ર સોઢા અને રણજીત સોઢા પણ હાજર હતા. તે દરિમયાન ડાયરાના કલાકાર રાજભા ગોહીલ આવી ચડતા તેમને જોઇને મોજમાં આવીને સોઢા પુત્રો અને અન્ય શખ્સોએ પોતાની રાઇફલમાંથી હવામાં ગોળીબાર કર્યા હતા. આ ઘટનાનો વિડીયો તા. ૧૩ના રોજ સોશિયલ મિડીયામાં વાઇરલ થતા પોલીસે પગલા ભરવાની શરૂઆત કરીને સોઢાના બન્ને પુત્રો તથા અન્યો સામે હથિયાર ધારા હેઠળ ફરિયાદ નોંધી હતી. સ્થાનિક પોલીસે નોંધેલી ફરિયાદમાં આણંદ જીલ્લા ક્ષત્રિય સેનાના પ્રમુખ સુનીલસિહ પરમાર, ઉપપ્રમુખ સંદિપસિંહ ડાભી, મંત્રી રવિરાજસિહ વાઘેલા ઉપરાત બે શખ્સોની ઘટનામાં સામેલગીરી અંગે બે શખ્સોની અટકાયત પણ કરી હતી.
દરિમયાન પોતાની સામે નોંધાયેલી ફરિયાદ રદ્દ કરવા માટે મહેન્દ્ર અને રણજીતે ગુજરાત હાઇકોર્ટમાં મંગળવારે અરજી કરી હતી. અરજીમાં તેમણે દાવો કર્યો હતો કે, તેમણે કોઇ ગુનો કર્યો નથી અને પોલીસે તેમની સામે ખોટી રીતે ફરિયાદ નોંધી છે. આ મામલે આગામી સપ્તાહે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.