(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૯
રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરવા બદલ કોંગ્રેસે આજે ૮ ધારાસભ્યોને બરતરફ કર્યા હતા. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જાહેરાત કરી હતી કે શંકરસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, રાઘવજી પટેલ, સી.કે.રાઉલજી, ભોળાભાઈ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, અમિત ચૌધરી અને કરમશી પટેલને છ વર્ષ માટે પક્ષમાંથી બરતરફ કરવામાં આવે છે.