અમદાવાદ,તા.૪
અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ સરકારે કરેલા પેટ્રોલ-ડીઝલનાં ભાવ ઘટાડા મુદ્દે ફટાકડા ફોડી જનતા વિજયની ઉજવણી કરવામાં આવી હતી.
અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ શશીકાન્ત પટેેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે જનતાના પ્રાણ પ્રશ્નોને લઈ કરેલા આંદોલન સામે મોડા મોડા પણ આજે સરકારે ઝૂકવું પડ્યું છે પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા સામે કોંગ્રેસ પક્ષ દ્વારા ભારત બંધના આંદોલનને ગુજરાત અને અમદાવાદમાં અપાર સફળતા મળી હતી. દિન-પ્રતિદિન વધતી જતી મોંધવારી ખેડૂતોના પ્રાણ પ્રશ્નો જેવા અનેક મુદ્દે કોંગ્રેસ પ્રજાનાં હિત માટે હંમેશા આંદોલન કરતી રહી છે અને આગામી સમયમાં પણ આંદોલનો કરતી રહેશે. કોંગ્રેસ પક્ષના આક્રમક આંદોલનો અને પ્રજામાં દિન-પ્રતિદિન વધતા સરકાર સામેના આક્રોષથી સરકાર ડરી અને આજે ભાવ ઘટાડો કરવાની ફરજ પડી છે. પ્રજાનો અવાજ એટલે કોંગ્રેસ ત્યારે પ્રજાનો વિજય થયો છે માટે આજે ફટાકડા ફોડી જનતા વિજયની ઉજવણી કરવામાં આવી છે. આજનાં આ કાર્યક્રમમાં ંધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સહિત અમદાવાદ શહરેના આગેવાન કાર્યકર ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. એમ અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મહેબુબ પઠાણે જણાવાયું છે,