(સંવાદદાતા દ્વારા) હિંમતનગર, તા.૧૧
સાબરકાંઠાના હિમતનગરના વૈશાલી ગ્રાઉન્ડ ખાતે સોમવારે પરષોતમ રૂપાલાની જાહેરસભા યોજાઈ હતી જેમાં કોંગ્રેસને આડે હાથે લઈને ચાબખા માર્યા હતા અને કોંગ્રેસને વિકાસ દેખાતો નથી તેમના માટે નેત્ર ચિકત્સા કેમ્પ યોજી મોતિયાના ઓપરેશન કરી આપવાની સલાહ પણ આપી દીધી હતી. આજે ગુજરાતમાં ઘરે ઘરે નર્મદાના નીર આવે છે તે વિકાસ નથી તો શું છે તેમ કહી કોંગ્રેસને ચાબખા માર્યા હતા. તો બીજી તરફ આ સભામાં મોટા ભાગની ખુરશીઓ ખાલી રહી હતી. લગ્નમાં ફટાણા ગવાય છે તેમાં માંડવા વાળા ફટાણા ગાય એમાં રિસાઈ ના જવાય પણ આ લોકો તો ગાળો બોલે છે તેની કીમત ૧૪મી ડિસેમ્બરે ચૂકવશે.