(સંવાદદાતા દ્વારા)
જૂનાગઢ, તા.ર૧
વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જોશીએ પોતાના સીટો સમર્થકોની ઉપસ્થિતિમાં આજે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે ફોર્મ ભર્યું હતું. છેલ્લી ઘડીએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભીખાભાઈ જોશીનું નામ જાહેર થતાં તેમના હજારો સમર્થકોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. આજે બપોરે ૧ર.૪૦ કલાકે ભીખાભાઈએ ઉમેદવારી નોંધાવી હતી. તે અગાઉ ઝાંઝરડા રોડ ખાતે તેમના સમર્થકો દ્વારા જોશીની સાકર તુલા કરવામાં આવી હતી. ત્યારબાદ સમર્થકોની ઉપસ્થિતિમાં ભીખાભાઈ જોશી ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા. આ તકે જૂનાગઢ શહેરમાં વિવિધ સમાજના આગેવાનો ખાસ કરીને પાટીદાર સમાજના અગ્રણી વીનુભાઈ અમીપરા, શહેનાઝબેન બાબી, જેઠાભાઈ જોરા, અબ્દેમાન પંજા, અશરફ થઈમ, લાખાભાઈ પરમાર, તેમજ બ્રહ્મ સમાજ, દલિત સમાજ, મુસ્લિમ સમાજ, તેમજ અન્ય ઓબીસી સમાજના આગેવાનો કાર્યકરો સમર્થકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.