(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૧
વિધાનસભાની પહેલાં તબક્કાની ચૂંટણીનું ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. દરમિયાન ઉમેદવારો વિવિધ રૂપે ફોર્મ ભરવા પહોંચી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારોએ વરાછામાં સમર્થકો સાથે જંગી રેલી કાઢી હતી. જેમાં સમર્થકો જય સરદાર લખેલી ટોપી પહેરી જોડાયા હતા, અને જય સરદારના નારા લાગાવ્યા હતા.
સુરતની ૧૨ વિધાનસભા માટે કોગ્રેંસે ઉમેદવારોના નામોની જાહેરાત કરતાંની સાથે જ પાસે રવિવારે રાત્રે હિંસક વિરોધ કરતા વરાછા બેઠક પર પપન તોગડિયાને બદલે ધીરૂ ગજેરા અને કામરેજ બેઠક પરથી નીલેશ કુંભાણીને બદલે અશોક જીરાવાલાને ટિકિટ આપવાની ફરજ પડી હતી. દરમિયાન વરાછા ખાતે કોંગ્રેસના ઉમેદવાર દિનેશ કાછડિયા અને ધીરુ ગજેરાએ સમર્થકો સાથે જંગી રેલી કાઢી ઉમેદવારી નોંધાવી હતી. જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જય સરદાર લખેલી ટોપી પહેરી જોડાયા છે, અને રેલીમાં જય સરદારના નારા લાગ્યા હતા. ભૂતકાળમાં પાસ સાથે જોડાયેલા પપન તોગડીયા અને નીલેશ કુંભાણીને ટિકિટ આપવામાં આવી હતી.પરંતુ આ બંન્ને નેતાઓ સામે જ સુરત પાસના કાર્યક્રતાઓમાં ભારે રોષ ફેલાયો હતો. આ રોષના કારણે રવિવારે કોગ્રેંસની યાદી જાહેર થયા બાદ બંન્ને નેતાઓના કાર્યાલય પર જઇ ભારે તોડફોડ કરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યાલયો સોમવારે ખોલી શકાયા ન હોવાનું જાણવા મળે છે.