(એજન્સી) બેંગલુરૂ, તા.ર૪
કર્ણાટકમાં ૧૪ માસ જૂની જદ(એસ)-કોંગ્રેસની ગઠબંધન સરકારના પતન બાદ મુખ્યમંત્રી ંકુમાર સ્વામીએ રાજ્યપાલ વજુભાઈ વાળાએ તેમનું રાજીનામું સુપ્રત કર્યું હતું. પરંતુ ૧૩ બળવાખોર વિધાયકોને અયોગ્ય ઠરાવવા તલવાર લટકતી છે.
કોંગ્રેસ નેતાઓએ પૂરો વિશ્વાસ છે કે બળવાખોર વિધાયકોને એકાદ-દિવસ બાદ અયોગ્ય જાહેર કરી દેવાશે જેથી તેઓ મંત્રી બની શકે નહીં. કોંગ્રેસની નજર હવે ભાજપના આગલા કદમ પર છે. ત્યારબાદ કોંગ્રેસ આગળની રણનીતિ નક્કી કરશે. એક વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ એક અખબાર સાથે વાતચીત કરતાં કહ્યું કે ધારાસભ્યની અયોગ્યતા અંગેનો નિર્ણય સ્પીકરને એક બે દિવસમાં આપશે.
કર્ણાટક કોંગ્રેસના પ્રભારી કેસી વેણુગોપાલે કહ્યું કે તેમને ૧૦૦ ટકા વિશ્વાસ છે કે બાગી વિધાયકો અયોગ્ય ઠરશે. સ્પીકર મતદાન પહેલાં અયોગ્ય જાહેર કરી શકતા નથી. નિયમ મુજબ અયોગ્ય જાહેર કરવા ૭ દિવસનો નોટિસ સમય આપવો પડે. જે બુધવારે પૂરી થાય છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ બાગીઓને અયોગ્ય ઠરાવવા માટે સ્પીકરને અરજી આપી છે. પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણયના કારણે ધારાસભ્યો બચી ગયા. બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પ્રમુખ પદ છોડી દીધું છે.