સુરેન્દ્રનગર,તા.રર
લીંબડી તાલુકાના પરનાળા ગામના રહેવાસી મુકેશભાઈ વાણિયા તાજેતરમાં રાજકોટ મુકામે મજૂરી કામે ગયેલ. જે તા.ર૦/પ/૧૮ના રોજ વહેલી સવારે શાપર વેરાવળમાં રાદડિયા ફેક્ટરી આગળથી પસાર થતાં ત્યાં ઉભેલા ફેક્ટરીના માણસોએ મુકેશભાઈને ઢોરમાર મારી મોત નીપજાવેલ. જેની દફન વિધિ પરનાળા મુકામે કરેલ. જેની મુલાકાતે કોંગ્રેસના પૂર્વ સાંસદ અને અનુસુચિત જાતિ આયોગના પૂર્વ મેમ્બર્સ રાજુભાઈ પરમાર અને લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ખુશાલભાઈ જાદવ, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ બી.કે. પરમાર, અનુસૂચિત જાતિ સેલ પ્રમુખ બાબુભાઈ સોલંકી, લીંબડી તાલુકા કોંગ્રેસ આઈટી સેલ પ્રમુખ સંજયકુમાર જાદવ, લીંબડી તાલુકા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ રણછોડભાઈ, લીંબડી તાલુકા કોંગ્રેસના મહામંત્રી દલપતભાઈ મકવાણા, કોંગ્રેસના આગેવાન ડેલીગેસન સાથે રાજુભાઈ પરમાર મૃતકના પરિવારજનોને મળી સાંત્વના આપી અને કહ્યું કે અમારી જ્યાં જરૂર પડે ત્યાં અમને ફોનથી જાણ કરશો તો જરૂર પડશે ત્યાં મદદ કરીશું.