હાર્દિકના સમર્થનમાં શહેરના ગાંધી આશ્રમ-કલેકટર કચેરી પાસે ૭ સપ્ટેમ્બરના કોંગ્રેસના નેતાઓ કાર્યકરો ૨૪ કલાકના ઉપવાસ પર બેઠાં છે. આ વખતે કોંગ્રેસનો મુદ્દો છે સરકાર ખેડૂતોના દેવા માફ કરે., સાથે ખેડૂતોના અનેક પ્રશ્નોનો સમાવેશ પણ થાય છે. જેમાં ખેડૂતને ટેકાના ભાવ મળતા નથી., પાકનો વીમો.., સબસીડી પણ મળતી નથી.જગતનો તાત ખેડૂત વિષમ પરિસ્થિતિમાં ખેતી કરતો હોય છે. જ્યારે ખેડૂતની પરિસ્થિતિ વિપરિત હોય ત્યારે મોંઘાદાટ વિજળીના બિલો, ઘરનું રાશન પાણી, બાળકોનું મોંઘુ શિક્ષણ-ઉછેર અને ઘર ખર્ચમાં અત્યંત મુશ્કેલી સર્જાય છે. જેથી મુશ્કેલ પરિસ્થિતિ ભોગવતા ખેડૂતોની દેવાની માફી થવી જોઇએ.ખેડૂતોને લગતા આવા અનેક પ્રશ્નોને લઇ અમદાવાદ જિલ્લા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ જોડાયા હતા.