(એજન્સી) બેંગલુરુ, તા. ર૧
કર્ણાટકમાં સરકાર બનાવવા અંગેની ધમાલ બાદ હવે ઉપમુખ્યમંત્રીના પદ માટે કોંગ્રેસ જે.ડી.એસ.માં વાતાવરણ ગરમાયું છે. કોંગ્રેસ જે.ડી.એસ. ગઠબંધનના નેતા એચ.ડી. કુમારસ્વામી બુધવારે મુખ્યમંત્રી પદની શપથ લેશે ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી કોણ હશે તે અંગે ચર્ચા ચાલી રહી છે. કર્ણાટક પ્રદેશ સમિતિના અધ્યક્ષ જી.પરમેશ્વરે કહ્યું કે, બે નાયબ મુખ્યમંત્રી નિયુક્ત કરવાનો પ્રસ્તાવ હતો પરંતુ આ અંગે અંતિમ નિર્ણય કોંગ્રેસના મોવડી મંડળનો રહેશે. આ અંગે સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે વાતચીત કરવા માટે દિલ્હી પહોંચ્યા છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ અને જેડી(એસ) રાજ્યમાં આગામી પાંચ વર્ષ માટે એક સ્થાયી સરકાર રચવા પ્રતિબદ્ધ છે.