નવી દિલ્હી, તા. ૧૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર કેટલાક નિર્ણયોની જાહેરમાં ટીકા કરવાને કારણે સરકારની નારાજગીનો ભોગ બનેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, કોંગ્રેસને ભૂંસી ન શકાય તે ૧૩૨ વર્ષ જુની પાર્ટી છે અને તે કોઇપણ સમયે પરત ફરશે. ટોચની સમાચાર એજન્સીના ગ્રૂપ એડિટોરિયલ ડિરેક્ટર રાજ ચેંગપ્પાને રાષ્ટ્રપતિ પદ પરથી ઉતર્યા બાદ પહેલીવાર પ્રણવ મુખરજીએ સોનિયા ગાંધીથી લઇ વડાપ્રધાન મોદીના રાજકીય જંગ અને મનમોહનસિંહની નોટબંધી અને જીએસટી પર પીએમ મોદીને આર્થિક સલાહોને પણ વર્ણવી હતી. જ્યારે એનડીએ સરકાર હાલ ઇંધણોની કિંમતો અને જીએસટી મુદ્દે નબળા પડેલા અર્થતંત્ર અંગે લોકોના ગુસ્સાનો ભોગ બની રહી છે ત્યારે પ્રણવે સલાહ આપી હતી કે, ગભરાવાની અને આડેધડ ફેરફાર કરવાની કોઇ જરૂર નથી.
સોનિયા ગાંધી અને મનમોહનસિંહ સાથે પોતાના સંબંધોની વાત કરતા તેમણે અર્થતંત્રથી પોતાની પ્રથમ પસંદ રાજકારણ, પાર્ટી અને પાર્ટી હાઇકમાન્ડ ગણાવી હતી. થોડાક વર્ષોમાં સોનિયા ગાંધીનું મારા તરફે વલણ નરમ હતું પરંતુ વાજયેપીની સરકાર બન્યા બાદ સમીકરણો બદલાયા હતા. તેમણે ઉમેર્યું હતું કે, ૨૦૦૪માં લોકોએ સોનિયા માટે મતદાન કર્યું હતું. સોનિયા ગાંધીની પ્રથમ પસંદગીમાં તમે કેમ વડાપ્રધાન તરીકે નહોતા તેવા સવાલના જવાબમાં તેમણે સહેજ પણ નિરાશ થયા વિના સ્પષ્ટપણે જણાવ્યંુ હતું કે, સૌથી મોટું કારણ એ છે કે, મેં વધારે સમય રાજ્યસભામાં ગાળ્યો છે, બીજું કે, જ્યારે હું લોકસભામાં પસંદગી પામ્યો ત્યારે હું હિન્દી જાણતો નહોતો. અને જ્યારે હું હિન્દી નહીં શીખુું ત્યાં સુધી ભારતના વડાપ્રધાન તરીકે હું સ્વીકૃત નહીં બનું. કામરાજે કહે છે કે, હિન્દી વિના વડારપ્રધાનપદ નહીં. તેમણે કબૂલાત કરી હતી કે, તે સમયે મનમોહન સૌથી શ્રેષ્ઠ પસંદગી હતા.
જ્યારે હું પીએમ બન્યો ત્યારે પ્રણવ પાસે નિરાશ થવાનું કારણ હતું : મનમોહનસિંહ
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુસ્તક ‘ધ કોએલિશન યર્સ, ૧૯૯૬-૨૦૧૨’નું દિલ્હીમાં વિમોચન કરતા પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહે ખુલ્લા મને જણાવ્યું હતું કે, જ્યારે મને વડાપ્રધાન બનાવાયો ત્યારે પ્રણવ મુખરજી નારાજ થાય તે સ્વાભાવિક હતું. તેમણે આ પ્રસંગે પ્રણવ મુખરજીની હાજરીમાં જણાવ્યું હતું કે, સોનિયા ગાંધીએ મને વડાપ્રધાન તરીકે પસંદગી આપી હતી. તેમણે એમ પણ કહ્યું કે, પ્રણવ તે સમયે જાણતા હતા કે, આ નિર્ણયમાં મારી પાસે કોઇ વિકલ્પ નહોતો. વર્ષ ૨૦૦૪માં ભાજપને જોરદાર પરાજય આપ્યા બાદ યુપીઓના અધ્યક્ષ તથા કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ અચાનક જ ડો. મનમોહનસિંહની વડાપ્રધાન તરીકે જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા હતા.